મુંબઈઃ આજે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજ્યનું બજેટ રજૂ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રમાં માટે 3,500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હોવાની જાહેરાત ફડણવીસે કરી હતી. રાજ્યની મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજનાનો વિસ્તાર હવે દોઢ લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવ્યો છે.
આ વિસ્તારને કારણે રાજ્યના નાગરિકોને હવે પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રીમાં આપવામાં આવશે. એટલું જ નહીં રાજ્યભરમાં 700 નવા સ્વ. બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાના ઊભા કરવામાં આવશે, એવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.
દેશ પાંચ ટ્રિલિયન ડ્રોલર્સની અર્થવ્યવસ્થાની દિશામાં આગેકૂચ કરી રહ્યું છે તેમાં મહારાષ્ટ્રનો ફાળો એક ટ્રિલિયલ ડોલર્સ હોય એવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા એવી માહિતી પણ ફડણવીસ દ્વારા આપવામાં આવી હતી.
મહાત્મા જ્યોતિરાવ ફૂલ જન આરોગ્ય યોજના સંબંધિત મહત્ત્વની જાહેરાતો મહાત્મા જ્યોતિરાવ ફૂલે જનઆરોગ્ય યોજનામાં વીમા સંરક્ષણ 1.50 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરવામાં આવ્યું નવી 200 હોસ્પિટલોનો આમાં સમાવેશ કરવામાં આવશે રાજ્યભરમાં 700 નવા સ્વ. બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાના આ બજેટ પંચામૃત બજેટઃ ફડણવીસ અમૃતકાળનું આ પહેલું બજેટ પંચામૃત ધ્યેય પર આધારિત હોવાનું નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. આ પાંચ અમૃત પર આધારિત અલગ અલગ જાહેરાત કરવામાં આવી છે.
શું છે પંચામૃત યોજના
1) શાશ્વત ખેતી-સમૃદ્ધ ખેડૂત
2) મહિલા, આદિવાસી, પછાત વર્ગ, ઓબીસી સહિત અન્ય સમાજઘટકોનો સર્વસમાવેશક વિકાસ
3) બીઓટી રોકાણાંથી પાયાભૂત સુવિધાઓનો વિકાસ
4) રોજગાર નિર્મિતિઃ સક્ષમ, કુશળ, રોજગારક્ષમ યુવા
5) પર્યાવરણપુરક વિકાસ