મુંબઈઃ મહારાષ્ટ્રનું બજેટ સત્ર 27મી ફેબ્રુઆરીથી શરુ થશે અને આગામી ચાર સપ્તાહ લાંબુ સત્ર ચાલશે. નવમી માર્ચે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2022-23 માટે બજેટ રજૂ કરશે. એના પૂર્વે આઠમી તારીખના પ્રદેશનો નાણાકીય સર્વે રજૂ કરવામાં આવશે, એવો વિધાનમંડળની સંસદીય સમિતિમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
હાલમાં નાણા પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હોવાથી ગૃહમાં સૌથી પહેલી વખત બજેટ રજૂ કરશે. ફડણવીસ બજેટ રજૂ કરવાના હોવાથી લોકોમાં સૌથી વધારે ઉત્સુકતા હોવાનું વર્તુળે જણાવ્યું હતું.
નાણા પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ હોવાથી તેમને જાહેર જનતા પાસેથી બજેટ અંગે પ્રતિભાવો માગ્યા છે અને એના માટે તેમને એક લિંક પણ શેર કરી છે. જાહેર જનતાના પ્રતિભાવો માગવા પાછળનું કારણ ખાસ કરીને બજેટમાં લોકોની ઝલક જોવા મળી શકે અને એના માટે નાગરિકોને પણ અપીલ કરી છે કે તેમના પ્રતિભાવ-માગણી આપે.
મહારાષ્ટ્રમાં તત્કાલીન એમવીએ (શિવસેના આગેવાની હેઠળ)ની સરકાર સામે બળવો કરીને એકનાથ શિંદેએ નવી સરકારનું ગઠન કરવામાં આવ્યું હતું. નવી સરકારના ગઠન પછી પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું અને અઢાર પ્રધાનને શપથ અપાવ્યા હતા, પરંતુ બીજું કેબિનેટ વિસ્તરણ પણ બાકી છે. બજેટ રજૂ કરવાના સબંધમાં સંબંધિત વિભાગના પ્રધાનની નિમણૂક કરવાની હોય છે, પરંતુ કેબિનેટના પ્રધાનોની સંખ્યા ઓછી છે, તેથી ફડણવીસ બજેટ રજૂ કરશે. નાગપુરનું શિયાળુ સત્ર ઓછામાં ઓછું ત્રણ અઠવાડિયા માટે યોજવાની વિપક્ષે માગણી કરી હતી.
Maharashtra Budget 2023: મહારાષ્ટ્રનું આ તારીખથી શરુ થશે બજેટ સત્ર, દેવેન્દ્ર ફડણવીસ નવમી માર્ચે રજૂ કરશે અંદાજપત્ર
RELATED ARTICLES