Homeઆમચી મુંબઈMaharashtra Budget-2023-24: 20 મહત્ત્વની મોટી જાહેરાતો, જાણી લો એક ક્લિક પર

Maharashtra Budget-2023-24: 20 મહત્ત્વની મોટી જાહેરાતો, જાણી લો એક ક્લિક પર

મુંબઈઃ રાજ્યના નાણા પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે 2023-24નું રાજ્યનું બજે રજૂ કરી રહ્યા છે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળનું આ પહેલું બજેટ છે, જ્યારે નાણા પ્રધાન તરીકે ફડણવીસે પહેલું જ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટના ભાષણમાં ફડણવીસે અનેક મોટી જાહેરાત કરી હતી આવો જોઈએ શું છે આ જાહેરાતો અને સામાન્ય નાગરિકોને શું મળશે આ બજેટમાંથી-

  • કેન્દ્રની જેમ જ ખેડૂતોને નમો ખેડૂત મહાસન્માન નિધિ, ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા જમા કરાશે
    મહારાષ્ટ્રના ખેડૂતોને હવે એક રૂપિયામાં પાક વીમો
  • ધનગર સમાજને 1000 કરોડ રૂપિયા, મહામંડળ દ્વારા 10,000 કરોડ રૂપિયાની વિધાઉટ ઈન્ટરેસ્ટ લોન
  • છત્રપતિ શિવાજી મહારાજના શિવરાજ્યાભિષેકનું 350મુ વર્ષ અને આ મહોત્સવ માટે 350 કરોડની જોગવાઈ
    5000 હજાર ગામમાં શરૂ થશે જલયુક્ત શિવાર 2.0
  • દીકરી માટે લેક લાડકી યોજના હેઠળ દીકરીના જન્મ પર 5000, પહેલા ધોરણમાં 4000, છઠ્ઠા ધોરણમાં 6000 રૂપિયા, અગિયારમાં 8000 રૂપિયા અને 18 વર્ષની ઉંમરે 75,000 રૂપિયા
  • આશા સ્વયંસેવિકાનું માનધન 3500થી વધારીને 5000 રૂપિયા
  • મહાત્મા જ્યોતિરાવ ફૂલે જનારોગ્ય યોજનામાં હવે પાંચ લાખ રૂપિયા સુધીની ફ્રી ટ્રિટમેન્ટ
  • સંજય ગાંધી નિરાધાર, શ્રાવણ બાળ યોજના હેઠળ મળતી સહાય 1000થી વધારીનમે 1500 રૂપિયા
    મહિલાઓને એસટી બસ પ્રવાસમાં 50 ટકાની છૂટ
  • 10 લાખ ઘરનો મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ, અન્ય પછાત વર્ગના લોકો માટે 3 વર્ષમાં 10 લાખ ઘરની મોદી આવાસ ઘરકુલ યોજના
  • હિંદુહૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેનો વિસ્તાર, સિંદખેડરાજા નોડથી શેગાંવ સુધી ફોર લેન રોડ
  • આદિવાસી પાડા, બંજારા તાડે, ધનગર, વાડ્યાવસ્તીના રસ્તા માટે 4000 કરોડની જોગવાઈ
    મુંબઈના સુશોભીકરણ માચે 1729 કરોડની જોગવાઈ
  • વિદ્યાર્થીઓને મળનારી સ્કોલરશિપમાં જંગી વધારો, પાંચમા ધોરણથી સાતમા ધોરણ સુધી વિદ્યાર્થીઓને 1000 રૂપિયાથી 5000 અને આઠમા ધોરણથી દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને 1500થી 7500ની સ્કોલરશિપ, ફ્રી યુનિફોર્મ
  • શિક્ષણસેવકોના માનધનમાં જંગી વધારો, 10,000 રૂપિયાનો વધારો
  • કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓને 500 કરોડ રૂપિયાનું અનુદાન
  • રાજ્યમાં 14 સરકારી મેડિકલ કોલેજનું બાંધકામ
    નાગપુર ખાતે 1000 એકરમાં લોજિસ્ટિક હબ
  • એથ્લેટ્સના બેટર પર્ફોર્મન્સ માટે મિશન લક્ષ્યવેધ, બાલેવાડી, પુણે ખાતે સ્પોર્ટસ સાયન્ય સેન્ટરનું નિર્માણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular