Homeઆમચી મુંબઈમહારાષ્ટ્ર બોર્ડે 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી, જાણો...

મહારાષ્ટ્ર બોર્ડે 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી, જાણો ક્યારે યોજાશે પરીક્ષા…

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE) એ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરી છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ mahahsscboard.in પર જઈને સમયપત્રક ચકાસી શકે છે. મહારાષ્ટ્રની HSC અને SSC પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવામાં આવશે.
મહારાષ્ટ્ર બોર્ડ અનુસાર, 10મા ધોરણની પરીક્ષા 2 માર્ચથી 25 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવશે. જ્યારે 12મા ધોરણના બાળકો માટે બોર્ડની પરીક્ષા 21 ફેબ્રુઆરીથી 21 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવશે. પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે, જેમાં સવાર અને સાંજની પાળીનો સમાવેશ થાય છે. દરેક શિફ્ટ માટે અલગ વ્યવસ્થા પણ કરવામાં આવશે.
સત્તાવાર સૂચના અનુસાર, સવારની શિફ્ટની પરીક્ષા સવારે 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી લેવામાં આવશે, જ્યારે સાંજની શિફ્ટની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું છે કે તેઓ અધિકૃત વેબસાઇટ mahahsscboard.in પર જઈને સંપૂર્ણ ડેટશીટ તપાસી અને ડાઉનલોડ કરી શકે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular