શિંદે અને ઠાકરેને ઝટકો! વિધાનસભા સચિવે આદિત્ય ઠાકરેને બાદ કરીને શિવસેનાના 53 ધારાસભ્યોને નોટિસ મોકલી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને ભાજપની સરકાર બની ગઈ છે તેમ છતાં પોલિટીકલ ડ્રામા શાંત થવાનું નામ લેતો નથી. મહારાષ્ટ્ર વિધાનસભાના મુખ્ય સચિવ રાજેન્દ્ર ભાગવતે એક અભૂતપૂર્વ પગલું ભરતાં શિવસેનાના 55માંથી 53 ધારાસભ્યોને કારણ દર્શાવો નોટિસ ફટકારી છે.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આ નોટિસ વિધાનસભામાં બહુમત પરીક્ષણ દરમિયાન વ્હીપના ઉલ્લંઘન માટે અયોગ્યતા કાયદા હેઠળ જારી કરવામાં આવી છે, જેમાં ધારાસભ્યોને 7 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. સોમવારે મહારાષ્ટ્રના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થવાની છે ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વિધાનસભાના મુખ્ય સચિવ રાજેન્દ્ર ભાગવતે નોટિસ પાઠવી છે, તેમાં શિંદે કેમ્પના 39 અને ઉદ્ધવ જૂથના 14 ધારાસભ્યોનો સમાવેશ છે. ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરેને નોટિસ જારી કરવામાં આવી નથી. શિંદે જૂથે બાકીના ધારાસભ્યો સામે વ્હીપનું ઉલ્લંઘન કરવા બદલ અયોગ્યતાની કાર્યવાહીની માગ કરી હતી, પરંતુ આદિત્ય ઠાકરેનું નામ સૂચિમાં નથી.
નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો 7 દિવસમાં જવાબ નહીં આપવામાં આવે તો માની લેવામાં આવશે કે ધારાસભ્ય પાસે જવાબ આપવા માટે કંઈ નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.