મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત, 1નું મૃત્યુ 30થી વધુ ઈજાગ્રસ્ત

97
Deccan Herald

છત્રપતિ સંભાજી નગર (ઔરંગાબાદ) જિલ્લામાં ગેસ સિલિન્ડર લઈ જઈ રહેલાં ટેમ્પો અને એસટી બસ વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો, જેમાં એક જણનું મૃત્યુ થયું છે, જ્યારે 30થી વધુ જણને ઈજા પહોંચી છે. 30માંથી 10 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે.
સિલ્લોડ-પાચોર હાઈવે પર વાંગી ફાંટા નજીક ગેસ સિલિન્ડર લઈ જઈ રહેલાં ટેમ્પો અને એસટી બસ વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. અત્યાર સુધી આ અકસ્માતમાં એકનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય 30ને ઈજા પહોંચી છે. 30 ઈજાગ્રસ્તોમાંથી 10 ઈજાગ્રસ્તોની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યો છે.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે આખો ટેમ્પો ઊંધો વળી ગયો હતો તો એસટીનો સામેનો ભાગ ચપટો થઈ ગયો હતો. એક્સિડન્ટ થયો હોવાની જાણ થતાં જ સ્થાનિક નાગરિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોકોની મદદ કરવાનું શરૂ કર્યું હતું. પ્રવાસીઓને બહાર કાઢીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડવામાં સ્થાનિક નાગરિકોએ ખૂબ જ મદદ કરી હતી. બસમાં 30થી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!