જૂનાગઢમાં રાજ ભારતીબાપુ તરીકે જાણીતા એક મહંતે આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે. ભવનાથ તળેટીમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ખેતલિયા દાદા મંદિરના મહંત રાજ ભારતીબાપુએ પિસ્તોલથી માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. થોડા દિવસ પહેલા મહંતનો દારૂ પીતો વીડિયો ઉપરાંત એક મહિલા સાથેની તસ્વીરો વાયરલ થઇ હતી.

રાજ ભારતી બાપુએ ખડિયા ગામ સ્થિત પોતાની વાડીના એક રૂમમાં પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી લમણામાં ગોળી જીવન ટૂંકાવ્યું હતું. લોહીલુહાણ હાલતમાં તેમણે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેઓ મૃત્યુ પામ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ તુરંત હાજર થઇ ગયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
કેટલાક સમયથી રાજ ભારતી બાપુનું નામ ચર્ચામાં હતું. રાજ ભારતી બાપુની મહિલા સાથેની તસ્વીરો અને દારૂ પીતા હોય એવો વિડીયો વાયરલ થયા હતા. આ ઉપરાંત એમના ઓડિયો પણ વાઈરલ થયા હતા ઓડિયોમાં તેઓ કોઈ મહિલા સાથે વાતો કરતા જણાય છે.
જેને લઇને સાધુ-સંતો અને ભક્તોમાં તેમના પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી હતી. લોકોના જણાવ્યા પ્રમાણે કેટલાક સમયથી તેઓ તણાવમાં હતા.