મુંબઇ, રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ, સીએમ શિંદેએ પ્રશાસનને એલર્ટ રહેવા વિનંતી કરી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ, થાણે પુણે અને આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. MD એ ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મંગળવારે, મુંબઈમાં, 140 mm અને 150 mm વરસાદ પડ્યો હતો. આગામી દિવસોમાં શહેર અને થાણે માટે અત્યંત ભારે વરસાદ (200 મીમીથી વધુ)ની ચેતવણી આપવામાં આવી છે. IMD એ જણાવ્યું છે કે દરિયાકાંઠે 40-50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ આવશે, જેના કારણે સંવેદનશીલ/અસ્થાયી માળખાને (બિલ્ડિંગને) નુકસાન થઈ શકે છે.
IMD દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે 4 જૂનથી 8 જૂન સુધી અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે,જેના પગલે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)એ મુંબઈ, નાગપુર, ચિપલુણ, રત્નાગિરી અને મહાડ, રાયગઢ સહિત અનેક સ્થળોએ તેની ટીમો તૈનાત કરી છે. પાલઘર જિલ્લા માટે આગામી બે દિવસ માટે યલો એલર્ટ અને ત્યારબાદ ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના નવા નિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાયગઢ અને રત્નાગીરી જિલ્લાના કલેક્ટરોને ચેતવણીના પગલે સાવચેતી રાખવાનો નિર્દેશ આપ્યો છે. ચિપલુણ અને મહાડ શહેરોમાં ગયા વર્ષે મોટા પ્રમાણમાં પૂર આવ્યું હતું, જેના કારણે સત્તાવાળાઓએ મોટી બચાવ કામગીરી શરૂ કરી હતી. ભૂસ્ખલનની ઘટનાઓ પણ નોંધાઈ હતી.
બે દિવસના વિરામ બાદ સોમવારે મુંબઈમાં ભારે વરસાદનું પુનરાગમન થયું હતું. મુંબઇમાં સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી 21 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં અનુક્રમે 17 મીમી અને 25 મીમી વરસાદ નોંધાયો હતો. સોમવારે ભારે વરસાદને કારણે ઘર ધરાશાયી થવાના અને ઝાડ પડવાના અને શોટસર્કિટની કેટલીક ઘટના નોંધાઇ હતી. સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.