મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે સોમવારે વિધાનસભામાં રૂ. ૫૨,૩૨૭ કરોડની પૂરક માગ રજૂ કરી હતી, જેમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શહેરી વિકાસ વિભાગ માટે રૂ. ૮૯૪૫ કરોડનો સમાવેશ થાય છે.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા રજૂ કરવામાં આવેલી પૂરક માગણી કરી હતી, જેમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર માટે રૂ. ૩૨૦૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે.
અર્બન ડેવલપમેન્ટને ફાળવવામાં આવેલા રૂ. ૮૯૪૫ કરોડનું મહત્ત્વ છે, કારણ કે અનેક નાગરિક સંસ્થાઓની મુદત પૂરી થઇ ગઇ છે અને ચૂંટણી થવાની છે. ગ્રામીણ વિકાસ વિભાગને રૂ. ૫૫૭૯ કરોડ આપવામાં આવ્યા છે, જ્યારે રૂ. ૧૦૦૦ કરોડ ગ્રામીણ વિસ્તારોમાં મૂળભૂત માળખાકીય સુવિધાઓ માટે ફાળવવામાં આવ્યા છે અને એટલી જ રકમ હિંદહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે નાગપુર-મુંબઈ એક્સપ્રેસ વે માટે ફાળવવામાં આવ્યા છે.
શાળા શિક્ષણ અને રમતગમત વિભાગોને રૂ. ૩૯૦૯ કરોડ અને ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ માટે રૂ. ૭૧૫ કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે પાવર, ઉદ્યોગ અને શ્રમ વિભાગને રૂ. ૭૬૬૩.૦૨ કરોડ કરોડ મળ્યા છે.
પૂરક માગમાં જળસંસાધન વિભાગને રૂ. ૩૨૦ કરોડ, જાહેર આરોગ્ય વિભાગને રૂ. ૬૦૫ કરોડ, ગૃહને રૂ. ૨૮૪ કરોડ અને ફાઈનાન્સને રૂ. ૨૪૬૬ કરોડ ફાળવવામાં આવ્યા છે.
(પીટીઆઈ)
ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં અનેક ફાળવણીઓ, સરકારે રૂ. ૫૨,૩૨૭ કરોડની પૂરક માગ રજૂ કરી, રૂ. ૮૯૪૫ કરોડનો શહેરી વિકાસ વિભાગ માટે સમાવેશ
RELATED ARTICLES