Homeઆમચી મુંબઈ...એટલે એ ફાઈલો પર સહી નહીં કરી: ભગત સિંહ કોશ્યારી

…એટલે એ ફાઈલો પર સહી નહીં કરી: ભગત સિંહ કોશ્યારી

મુંબઈઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સાડાત્રણ વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન તો વિવાદોનો મધપૂડો છંછેડ્યો જ હતો, પરંતુ હજી પણ તેઓ તેમની હરકતથી બાજ આવ્યા નથી. રાજીનામું આપ્યા બાદ આપેલાં એક ઈન્ટરવ્યુમાં તેમણે અલગ અલગ મુદ્દાઓ પર નિવેદન કર્યા હતા. તેમના કાર્યકાળમાં સૌથી વધુ ગાજેલો મુદ્દો એટલે 12 વિધાનસભ્યોની ફાઈલ પરની સહી. આ મુદ્દે હજી વિવાદ ચાલી રહ્યો છે અને હવે એ પાછળનું કારણ સ્પષ્ટ થયું હતું.
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વ હેઠળની મહાવિકાસ આઘાડી સરકારે વિધાન પરિષદના રાજ્યપાલ નામનિયુક્ત 12 જગ્યા માટે નામો મોકલાવ્યા હતા. પરંતુ રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપવા સુધી કોશ્યારીએ તેને મંજૂરી આપી જ નહીં. આખું પ્રકરણ કોર્ટમાં પણ ગયું, પરંતુ ત્યાર બાદ પણ તેમણે આ ફાઈલો પર સહી કરી નહોતી અને તેથી જ આ પ્રકરણ જેમનું તેમ જ છે આજની તારીખ સુધી. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને સહી ન કરવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે આ માટે ઉદ્ધવ ઠાકરેને જવાબદાર ઠેરવ્યા હતા. મહાવિકાસ આઘાડીનું પ્રતિનિધિ મંડળ મારી પાસે આવતું રહ્યું અને મેં એમને જણાવ્યું કે તમે પહેલાં આ પત્ર જુઓ. પાંચ પાનાનો પત્ર છે. ત્યાર બાદ આખું પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં ગયું. પાંચ પાનાના આ પત્રમાં તમે રાજ્યપાલને ધમકી આપી રહ્યા છો, કાયદાઓ સમજાવી રહ્યા છો અને બાકી રહી જાય તો એવું જણાવો છો કે 15 દિવસમાં આ 12 નામ મંજૂર કરો. ક્યાં લખ્યું છે કે મુખ્ય પ્રધાન રાજ્યપાલને એવું કહે શકે કે મને આ કામ આટલા દિવસમાં મંજૂર કરી આપો. સંવિધાનમાં ક્યાં આવું લખેલું છે? આ બધુ જ્યારે સામે આવશે ત્યારે આવશે, જો આવો પત્ર ન મોકલાવ્યો હોત તો હું બીજા જ દિવસે ફાઈલ પર સહી કરવાનો હતો. પણ આવો પત્ર મળ્યા બાદ તો કોઈ કઈ રીતે કામ કરી શકે, એવો સવાલ પૂછીને તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular