મહારાષ્ટ્રના પુણેમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થવાના કારણે બે લોકોના મોત થયા છે અને ચાર લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના જિલ્લા મુખ્યાલયથી લગભગ 40 કિલોમીટર દૂર ચાકન ખાતે બની હતી. મૃતકોમાં એક 19 વર્ષનો યુવક હતો અને તે કથિત રીતે માનસિક રીતે અસ્વસ્થ હતો, એમ પોલીસે જણાવ્યું હતું. તે તેના પાડોશી પાસેથી ગેસ સિલિન્ડર લાવ્યો હતો અને કદાચ તેના ઘરમાં રસોડામાં સિલિન્ડર સાથે ચેડાં રહ્યો હતો ત્યારે ગેસ લીક થઇને વિસ્ફોટ થયો હતો.
આ ઘટનામાં ચાકણ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે યુવક અને 95 વર્ષીય મહિલાનું મોત થયું છે અને ચાર લોકો ઘાયલ થયા છે. મૃતક યુવક પર ભારતીય દંડ સંહિતાની કલમ 304 (A) હેઠળ બેદરકારીથી મૃત્યુ થવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
પાડોશી પાસેથી માંગીને લાવેલા ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થતા બેના મોત
RELATED ARTICLES