Rename Aurangabad as Sambhajinagar

ઉદ્ધવનું હિંદુત્ત્વ કાર્ડ! ઔરંગાબાદનું નામ સંભાજીનગર, ઉસ્માનાબાદનું પણ નામ બદલ્યું

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્રના રાજકારણનો મુદ્દો પહોંચ્યો છે ત્યારે સુનાવણી પહેલા રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે કેબિનેટની મીટિંગમાં પહોંચ્યા હતાં અને મીટિંગમાં આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત રહ્યા હતાં. દરમિયાન ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવાનો નિર્ણય ઉદ્ધવ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે જે વિધાનસભ્યોઓ હાલમાં ઉદ્ધવ સરકાર સામે બળવો પોકાર્યો છે તેમણે ફરિયાદ કરી હતી કે સરકાર આ મુદ્દે કોઈ નિર્ણય લઈ રહી નથી અને હિંદુત્વના વિરોધમાં ઊભી છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે કેબિનેટની મીટિંગમાં ઔરંગાબાદના નામકરણની સાથે સાથે ઉસ્માનાબાદનું પણ નામ બદલીને ધારાશિવ રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ પણ બદલીને સ્વર્ગીય દિનકત બાલૂ પાટિલ રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે તેઓ ખેડૂતોના નેતા અને સાંસદ રહ્યા હતાં.
કેબિનેટની બેઠક દરમિયાન કોંગ્રેસ તરફથી પુણેનું નામ બદલીને જીજાઉ નગર કરવામાં આવે એવી મગણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ન્હાવાશેવા ટ્રાન્સ હાર્બર લિંકનું નામ બદલીને બેરિસ્ટર એ. આર. અંતુલે રાખવાની માગણી કરી હતી. જોકે, આ મામલે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
કેબિનેટની બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, મને ખુશી થઈ કે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર રાખવામાં આવ્યું, જે લોકોએ મારો સાથ આપ્યો છે તેનો આભાર વ્યક્ત કરું છું. દુઃખ એક જ વાતનું છે કે મારા પોતાના લોકોએ જ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.

1 thought on “ઉદ્ધવનું હિંદુત્ત્વ કાર્ડ! ઔરંગાબાદનું નામ સંભાજીનગર, ઉસ્માનાબાદનું પણ નામ બદલ્યું

vasant Joshi ને પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.