મેક્સિકોમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મેક્સિકોના મિકોઆકાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC)એ માહિતી આપી છે. એક અઠવાડિઆમાં ભૂકંપનો આ ત્રીજો મોટો આંચકો છે. EMSC એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 80 કિલોમીટર (49.7 માઇલ) નીચે હતું.
ભૂકંપને કારણે માર્ગો પર તિરાડ પડી ગઇ હતી. મેક્સિકો પણ દુનિયામાં સૌથી વધારે ભૂકંપ પ્રભાવિત દેશો પૈકી એક છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ચીન, તાઇવાન સહિતના દેશોમાં તેમજ જાપાનમાં વારવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. મેક્સિકોમાં વિનાશક ધરતીકંપ આવ્યા બાદ લોકોમાં ભારે ડર છે. આફટર શોક્સનો દોર પણ જારી રહ્યો છે. પ્રચંડ આંચકા બાદ લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ છે. કેટલાક વિસ્તારમાં નુકસાનના અહેવાલ મળી રહ્યા છે. ઇમારતોને પણ નુકસાન થયુ હોવાના અહેવાલ છે. કેટલીક ઇમારતોમાં તિરાડ પડી ગઇ છે. ભૂકંપ બાદ થયેલા નુકસાનની ખાતરી કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
જાણકાર વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે જમીનમાં સતત હલચલ હાલના વર્ષોમાં જારી છે. જેના કારણે આંચકા આવી રહ્યા છે. ભારત જેવા દેશમાં પણ છેલ્લા એક વર્ષના ગાળામાં જ અનેક વખત આંચકા આવી ચુક્યા છે. છેલ્લા બે વર્ષમાં કુદરતી હોનારતોનો સિલસિલો જારી રહ્યો છે. જેમાં હજારો લોકોના મોત થયા છે. મેકસિકોમાં ભૂકંપની તીવ્રતા 6.8 નોંધાયા બાદ તંત્ર એલર્ટ પર છે.
યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમે જણાવ્યું હતું કે ભૂકંપ પછી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.