સૌરાષ્ટ્રની ધરા ધ્રૂજી: રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સ્થાનિકોમાં ફફડાટ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Rajkot: કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે ત્યારે આજે સૌરાષ્ટ્રની(Saurastra) ધારા ધણધણી ઉઠી હતી. આજે સવારે 10 વાગ્યે અને 40 મીનીટે રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો(Earthquake) અનુભવાયો હતો. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર ગોંડલથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે. રાજકોટ જીલ્લાના ગોંડલ, વીરપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના હળવા આંચકાથી કોઈ નુકસાની થઇ નથી. પણ આંચકાને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ભૂકંપના આંચકાથી લોકોને 2001માં આવેલા ગુજરાતને હચમાચવી દેનારા ભૂકંપની યાદ તાજા થઇ ગઈ હતી. ધરા ધ્રુજતા જ ગોંડલ અને વીરપુર વિસ્તારમાં લોકો ઘર, દુકાન અને ઓફિસની બહાર દોડી ગયા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજુરોએ ભૂકંપનો આંચકો સ્પષ્ટ પણે અનુભવ્યો હતો. જયારે રાજકોટ શહેરના લોકોમાં ભૂકંપના આંચકાની ખાસ નોંધ લેવાઈ નથી. શાંત ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

રાજ્યનો સૌરાષ્ટ્ર વિભાગ BIS સિસ્મિક ઝોનિંગ મેપ અંતર્ગત ઝોન-3 અને ઝોન-4માં આવે છે. સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર ઝોન-3 જ્યારે ઉત્તર તરફ કચ્છના અખાતની પાતળો બેલ્ટ ઝોન 4માં આવે છે. ઝોન-3માં 6 મેગ્નિટ્યૂટ સુધીની તીવ્રતાના ભૂકંપ આવી શકે, જ્યારે ઝોન-4માં તે 7 સુધીના હોઇ શકે છે. થી. અત્યારસુધીમાં જામનગરથી 20 કિ.મી. ઉત્તરે એક ફોલ્ટલાઈટ મળી છે, જેને નોર્થ કાઠિયાવાડ ફોલ્ટલાઈન નામ અપાયું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.