અદાણી જૂથમાં થઇ ગયો જાદુ, ફ્લેગશિપ સ્ટોક 4 દિવસમાં 57% ઉછળ્યો, અન્ય શેરોમાં પણ જબરદસ્ત વળતર

97

આપણે ત્યાં એમ કહેવાય છે જે ઉપર જાય છે, એ નીચે પડે જ છે અને જે નીચે પડે છે, એ પાછું ઉપર જાય જ છે, પણ અદાણી ગ્રુપના શેરોમાં આટલી ઝડપથી આવુ થશે, એવું તો કોઇએ વિચાર્યું જ નહીં હોય. 24મી જાન્યુઆરીએ હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણીના શેર ઉંધા માથે પછડાયા હતા. કેટલાક શેરોમાં 80 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. અદાણીની કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ $150 બિલિયનનો ઘટાડો થયો હતો. પછી માત્ર 4 દિવસમાં બાજી પલટાઈ ગઈ. અદાણીના શેરે જબરદસ્ત પુનરાગમન કર્યું છે. સકારાત્મક સમાચારને કારણે અદાણીના શેરમાં ભારે ખરીદી જોવા મળી હતી. ચાલો જાણીએ શા માટે રોકાણકારો અદાણીના શેર પર તૂટી પડ્યા છે. છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં અદાણીના તમામ 10 શેરોની કુલ માર્કેટ મૂડી રૂ. 1.73 લાખ કરોડ વધીને 8.55 લાખ કરોડ સુધી પહોંચી છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ આ રેલીમાં સૌથી આગળ રહી છે. આ કંપનીના શેરમાં માત્ર 4 સેશનમાં 57.5 ટકાનો વધારો થયો છે. શુક્રવારે શેર 17 ટકા વધીને રૂ. 1879.35 પર બંધ થયો હતો. બાકીની 9 સ્ક્રીપ્સમાં પણ છેલ્લા 4 સેશનમાં ઘણો વધારો થયો છે.

અદાણીના શેરમાં આ તેજી પાછળનું કારણ અદાણીનો રોડ શો છે. અદાણીએ ગયા અઠવાડિયે સિંગાપોર અને હોંગકોંગમાં રોડ શો કર્યો હતો. અહીં અદાણી ગ્રુપ તેના બિઝનેસની મજબૂતાઈ વિશે રોકાણકારોને સમજાવવામાં સફળ રહ્યું હતું. જૂથે રોકાણકારોને જણાવ્યું હતું કે તેની પાસે દેવું ચૂકવવાની અને રોકડ પેદા કરવાની ક્ષમતા છે. ગૌતમ અદાણી હવે આગામી સપ્તાહમાં લંડન, દુબઈ અને યુએસમાં ફિક્સ્ડ ઈન્કમ ઈન્વેસ્ટર મીટિંગના બીજા રાઉન્ડનું આયોજન કરી રહ્યા છે. ગુરુવારે, યુએસ સ્થિત GQG પાર્ટનર્સે અદાણીની 4 કંપનીઓમાં રૂ. 15,000 કરોડનું રોકાણ કર્યું હતું. આ પછી અદાણી જૂથના શેરોમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. નિષ્ણાતોના મતે આ તેજી આગળ પણ ચાલુ રહી શકે છે. અદાણી એન્ટરપ્રાઇઝીસ અને અદાણી પોર્ટ્સમાં તેજીની ઘણી સંભાવનાઓ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!