મધ્ય પ્રદેશમાં રીવા અને સીધી જિલ્લાની વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં ત્રણ બસ દુર્ઘટનાનો શિકાર બની છે. આ અકસ્માતમાં 12 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 39 લોકોને ગંભીર ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને રીવા અને સીધી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ આડધી રાતે એક વાગે રીવા જિલ્લાના સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. મુખ્ય પ્રધાને ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરી પરિવારજનોને સાંત્વના આપી.
એક બેવ પોર્ટલ પરથી મળતી વિગતો મુજબ આ બસો સતનામાં આયોજીતકોલ મહાકુંભમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના કાર્યક્રમમાંથી પરત ફરી રહી હતી. ત્યારે સીધી જિલ્લાના મોહનિયા ટનલ પાસે આ અકસ્માત થયો હતો આ ઘટનામાં 12 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 39 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સિધીના કલેક્ટર તથા અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસના કહેવા મુજબ બે બસો રીવા-સતના બોર્ડર પર રસ્તાના કિનારે ઊભી હતી. એ જ સમયે એક પૂર ઝડપે આવતી ટ્રકે રસ્તાની બાજુમાં ઊભેલી બંને બસને ટક્કર મારતા આ અકસ્માત થયો હતો. અધિકારઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.