મધ્ય પ્રદેશે પહેલી વાર રણજી ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો

દેશ વિદેશ

વિજયનો ઉન્માદ: બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રવિવારે રણજી ટ્રોફીની ફાઈનલમાં મુંબઈની ટીમને પરાજય આપ્યા બાદ ઉજવણી કરી રહેલા મધ્ય પ્રદેશના ટીમના ખેલાડીઓ. (એજન્સી)

બેંગલૂરુ: મધ્ય પ્રદેશની ટીમ જે ૪૧ વાર રણજી ટ્રોફી જીતી ચૂકેલી ખૂનખાર મુંબઇની ટીમ સામે નબળી ગણાતી હતી તેણે ફાઇનલમાં જ્વલંત વિજય સાથે પહેલી વાર રણજી ટ્રોફી મેળવી ઇતિહાસ રચ્યો હતો.
રમતના પાંચમાં અને અંતિમ દિવસે મુંબઇ બીજા દાવમાં ૨૬૯ રન પર ઓલઆઉટ થઇ જતાં મધ્ય પ્રદેશને જીતવા માટે ૧૦૮ રનનું લક્ષ્યાંક મળ્યું હતું જે તેણે ચાર વિકેટના ભોગે પ્રાપ્ત કરી લીધું હતું.
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં આવેશખાન અને વેંકટેશ ઐયર જેવા સ્ટાર ખેલાડીઓ ન હોવા છતાં કોચ ચંદ્રકાંત પંડિતની દેખરેખ હેઠળ નવા ઊભરી રહેલા ખેલાડીઓએ પણ સમગ્ર સિઝન દરમ્યાન સારી રમત કરી રણજી ટ્રોફી હાંસલ કરી બતાવી હતી.
દરમ્યાન મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહે પણ ટીમને શાબાશી આપી હતી. તેમણે પૂરી ટીમનું ભોપાલમાં ભવ્ય સ્વાગત કરવાની જાહેરાત કરી હતી. ટીમ ફાઇનલમાં પહોંચી ત્યારે પણ મુખ્ય પ્રધાને તેમને વધાઇ આપી તેમનો આત્મવિશ્ર્વાસ બુલંદ કર્યો હતો.
ફાઇનલ મેચનો સ્કોર આ મુજબ રહ્યો હતો:
મુંબઇ: પ્રથમ દાવ ૩૭૪ અને બીજો દાવ ૨૬૯ રન
મધ્ય પ્રદેશ: પ્રથમ દાવ ૫૩૬ અને બીજો દાવ ચાર વિકેટે ૧૦૮ રન
પરિણામ: મધ્ય પ્રદેશનો છ વિકેટે વિજય

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.