વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રધાન રાજા પટેરિયાની પન્ના પોલીસે ધરપકડ કરી છે. કાર્યકર્તાઓને સંબોધતા રાજા પટેરીયાએ ‘મોદીની હત્યા કરવા તત્પર રહો’ એવું નિવેદન આપ્યું હતું. સોમવારે પન્ના જીલ્લાના પવઇ પોલીસ સ્ટેશનમાં રાજા પટેરીયા વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. કોંગ્રેસે પટેરીયાના આ નિવેદનની કોંગ્રેસે પણ ટીકા કરી છે. કોંગ્રેસે આ નિવેદનને અસ્વીકાર્ય ગણાવ્યું છે.
આજે પન્ના પોલીસે રાજા પટેરીયા તેમના ઘર પરથી ધરપકડ કરી હતી. પન્ના પોલીસે સવારે 4 વાગ્યે તેમના ઘરને ઘેરી લીધું હતું અને સવારે 5.30 વાગ્યે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પટરિયાને પવઈ પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. ત્યાં આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
पूर्व मंत्री राजा पटेरिया द्वारा प्रधानमंत्री श्री @narendramodi की हत्या के लिए जनता और कांग्रेस कार्यकर्ताओं को उकसाना अत्यंत गंभीर और निंदनीय है। क्या हाल ही में मध्य प्रदेश से निकली राहुल गांधी की ‘भारत तोड़ो यात्रा’ में इस साजिश की तैयारी हुई? इसकी जांच होनी चाहिये। pic.twitter.com/oUn2dJIR9s — VD Sharma (@vdsharmabjp) December 12, 2022 “>