જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી
(ગતાંકથી ચાલુ)
હિમાલયના ભોળુંડા માનવીની પ્રીત પણ કંઈ જેવી તેવી નથી. સીધા-સાદા અહીંના પહાડી માનવો ખૂબ માયાળુ-મમતાળુ છે. એક માંગો તો દશ હાજર કરે છે. એ નથી જાણતા જૈન સાધુ કોને કહેવાય. પહેલી વાર અહીંના લોકો જૈન સાધુનું દર્શન કરે છે. જ્યારે થોડો પરિચય થાય છે, પછી તો જાણે કહેવું શું. અંતરની દશે દિશાઓ ખુલ્લી મૂકીને સાધુની સેવામાં લાગી જાય. અમે આટલા દિવસથી હિમાલયમાં છીએ. અહીંના માનવીને ખોટું બોલવું અતિ અપ્રિય છે. કદાચ ભૂલથી એમને કોઈ કહી દે કે ‘ટૂપ ઙૂછ રૂળજ્ઞબ ફવજ્ઞ વળજ્ઞ’ તો તેમને હાડોહાડ દિલે કહી કે – ‘રૂળરૂળ ! વપ ડજ્ઞમ ધુરુપ ઇંજ્ઞ ફવણજ્ઞમળબજ્ઞ ર્ઇૈલળણ વેં, વપ ઙુછ ણવિં રૂળજ્ઞબટજ્ઞ’ જાણે તેઓ અસત્ય ભાષણને મહાપાપ સમજે છે અને ધરતી ઉપર રહેવાવાળા સંસ્કારી કહેવાતા ભણેલા ગણેલા માનવો આખી જિંદગી અસત્ય ઉપર જ જીવી લે છે. જાણે અસત્ય એ જ જીવન છે. અને અસત્યથી જ જીવન જીવી શકાય છે. ઓ ધરતીના માનવો આવો એક વાર આ હિમાલયમાં પરિચય કરો આ ગઢવાલી અને હિમાલયના માનવી જીવનના અમૃતરસ પાન કરાવશે. મોટા મનના માણસોને મળીને સાચી મોટાઈનો એહસાસ થશે. ભલે પૈસો ટકો ઓછો છે. પણ દિલની દિલાવરીમાં કુબેરના ભંડારો ય ઓછા પડે. એક વાર તો હિમાલયના ગામડામાં ભ્રમણ કરતા અહીંના અંતરની અમીરાતને માણવી જોઈએ.
જંગલમાં – મરજીગાડ
જેઠ વદ ૫, સોમવાર, તા. ૪.૬.૨૦૧૮.
આજ તો મજા આવી ગઈ. ખરેખરી પરીક્ષામાંથી નીકળ્યા અને હમણાં પણ પરીક્ષા ચાલુ જ છે. વાત એમ બની…
સવારે અમે નીકળ્યા રાબેતા મુજબ… પણ પેલા વૃદ્ધ તો મળ્યા નહીં. ઘડિયાલમાં ૬ વાગ્યા હતા. સવા પાંચ વાગે સૂર્યોદય થઈ ગયો હતો. પણ સૂરજ વાદળમાં હતો. તોપણ અમે નીકળ્યા. નીચે ઊતરવાનું જ હતું. પગ ઝડપી ચાલતા હતા. કોઈ સ્થાનિક માણસ મળે તેને રસ્તો પૂછી લેતા “ભાઈ! મયાલી જવાનો શોર્ટકર્ટ કાચો રસ્તો ક્યાંથી જાય છે?’ પણ કોઈએ સમુચિત ઉત્તર આપ્યો નહીં. એટલે કે એમને ખબર ન હતી એવું જ લાગ્યું. અમે આગળ ચાલ્યા લગભગ ૨ અઢી કિ.મી. ચાલ્યા, ત્યાં એક બુઢના કરીને ગામ આવ્યું. ત્યાં એક-બે જણને પૂછતા રસ્તો મળી ગયો. એક ભાઈએ કહ્યું ‘અહીંથી જ છફૂટી જાય છે, સીધા નીચે ઊતરી જજો. આમ તેમ ક્યાંય જતા નહીં વચ્ચે ‘એકલીંગ’ ગામ આવશે. છેક નીચે પહોંચશો એટલે નદી પાર કરવી, પછી થોડું ઉપર ચઢશો એટલે મયાલી આવી જશે.’ અમે તો હરખભેર હાલ્યા.
છફૂટી મજબૂત હતી. પથ્થર ગોઠવેલા હતા. રસ્તો ભૂલાય તેવો ન હતો પણ આ છફૂટીમાં પથ્થરો ઊભા ગોઠવેલા ધાર ઉપર રહે તેમ. માંડ-માંડ ચલાય. જોકે વિચારીને જ બનાવી હતી, જો આડા પથ્થર રાખે તો લપસી જવાય એટલે ઊભા જ રાખવામાં આવતા હશે. ‘ક્ષુરપ્રસંસ્થાન’ વાળી છફૂટી પર ચાલતા જલદી અમે નીચે ઊતરી રહ્યા છીએ. વચ્ચે-વચ્ચે માણસો મળે. રસ્તો પૂછીએ એક જ વાત આવે ‘સીધે ચલે જાના ઈધર ઉધર મત હોના’ એકલીંગ ગામ આવી ગયું. સામા ડુંગર ઉપર અમારે જવાનો રોડ દેખાઈ રહ્યો હતો. નીચે ખીણમાં નદી પણ દેખાઈ રહી હતી. સ્પષ્ટ હતું નદી સુધી તો જવાનું જ છે પછી રોડ સુધી પગદંડી દ્વારા ઉપર જવાનું છે. અહીંથી એક નદીથી સામે રોડ સુધી પગવટી પણ દેખાઈ રહી છે. ચાલ્યા, છેક નદીએ આવ્યા. ઝુલતા પુલ પરથી નદી પાર કરી. સામે કાંઠે ઉપર ચઢવાની પગદંડી પર આવ્યા પણ પગ તો ઊભા રહેજ નહીં. પથ્થરનો માર ખાઈ ખાઈને પગ આડા અવળા જ પડે જ્યાં મુકવા માગીએ ત્યાં ન મુકાય. થોડીવાર વિશ્રામ કરવો ફરજિયાત થઈ પડ્યો અને ગરમી કહે મારું કામ. આટલું નીચે ઉતરતા-ઉતરતા પણ પરસેવે રેબઝેબ થઈ જવાયું. એકવાર તો લાગ્યું આ હિમાલય છે કે સૂર્યાલય. જોકે ઘડિયાલમાં તો હજુ સવા આઠ થયા છે. થોડીવાર વિશ્રામ કરી. પેલી પગવટીએ ઉપર ચઢવાનું ચાલુ કર્યું. ત્યાં કેટલાક માણસોએ અમને વાર્યા ‘બાબા! કહાં જાના હૈ?’ અમે કહ્યું ‘મયાલી’. તેમણે કહ્યું ‘મયાલી ક્યું જાના હૈ, સીધા નીચે-નીચે ચલે જાવ તિલવાડા રોડ આ જાએગા’ આ હા હા હા કેવાં ગોળ જેવા મીઠા શબ્દો હજુ તો સાંભળો ‘યહાં સે મનાલી જાયેંગે તો ૩ કિ.મી. ઉપર ચઢના પડેગા ફિર ૫ કિ.મી. નીચે ઊતર કે ‘પૈયતાલ’ ગાવ આયેગા, આપ ઐસે હી નીચે-નીચે ચલે જાઓગે તો ઢાઈ કિ.મી. મેં પહુંચ જાયેંગે.’ ભગવાન તમને સો વરસનાં કરે. મનમાં શુભ ભાવના ભાવતા અમે નીચે-નીચે કાચા રોડ પર ચાલ્યા. પણ આ પથ્થરાઓ એ જ કમાલ કરી પાછા ‘રામસેતુ’નો આભાસ કરાવતા રોડ પર આગળ વધ્યા. એક કિ.મી. પછી છફૂટી એમાંય એક જણે ખાસ સૂચના આપી ‘ઈધર ઉધર મત હોના’… રસ્તામાં એક બે બહેનો મળી એને પણ રસ્તો પૂછ્યો. આગળ જતા બે રસ્તા આવ્યા. હવે? એક રસ્તો સીધો નીચે નદીમાં જતો હતો અને એક ડાબી બાજુ ખીણમાં વળી જતો હતો. જવું તો કઈ બાજું જવુું. નદી તરફ તો જવાય તેવું હતું જ નહિ. નદીની ઉપર ૩૦૦-૪૦૦ ફૂટની ઊંચી ભેખડ હતી. ઊતરી શકાય તેવું હતું જ નહીં. આગળ જઈને આ કેડી ક્યાંક ગાયબ થઈ જાય તો? પણ રોડ તો એ તરફ નીચે દેખાતો હતો. બીજી બાજું ખીણ તરફ જવા વાળી પગદંડી રોડથી બીજી દિશામાં જતી હતી. ખરી મૂંઝવણ ઊભી થઈ. આનંદમંગલમને પાછા થોડી દૂર પેલી ઘાંસ ભેગું કરનારી બેનને પૂછવા મોકલ્યા. અમે તો બેસી ગયા. આમેય આખુંય શરીર હવે તો દુ:ખતું હતું. ડુંગર ચઢવા હોય ત્યારે હાંફી જવાય અને નીચે ઊતરતા હોય ત્યારે પગ પછડાવાથી આખું શરીર કકડી જાય. ચીડનાં જંગલમાં એકલા અટુલા અમે
બેઠા હતા. (ક્રમશ:)