લખનઉ PUBG હત્યાકાંડના કેસમાં વળાંક: માતાના જાણીતા બિલ્ડર સાથે સંબધ હતા, પોલીસે બિલ્ડરને બચાવવા માટે PUBG સ્ટોરી ઉપજાવી કાઢી

દેશ વિદેશ

લખનઉમાં PUBG ગેમ રમવા નહિ દેતા પુત્રએ માતાની ગોળી મારી હત્યા કરી હોવાની ચોંકવનારી ઘટના બની હતી. હવે આ કેસમાં નવો જ વળાંક આવ્યો છે. મળતી માહિતી મુજબ માતા સાધના સિંહની હત્યા પાછળ PUBG ગેમનું કારણ નહોતું. આ થિયરી પોલીસ દ્વારા ઘડી કાઢવામાં આવી છે. બાળ સુધાર ગૃહમાં આરોપી પુત્રને મળ્યા બાદ પરત ફરેલા પરિવારના એક સભ્યએ સમગ્ર હકીકત સામે લાવી છે.
હકીકતે માતાના એક જાણીતા બિલ્ડર સાથે સંબંધ હતા. પિતાની ગેરહાજરીમાં આ બિલ્ડરની ઘરે અવરજવરથી દીકરામાં રોષ હતો. આ વિષે તેણે સેનામાં નોકરી કરતા આસનસોલમાં તૈનાત પિતાને પણ જણાવ્યું હતું. પિતા અને પુત્રે સાથે મળીને આ હત્યાની યોજના બનાવી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સાધનાની હત્યા બાદ બિલ્ડરની છાપ પર આંચ ન આવે એ માટે પોલીસે PUBGની થિયરી બનાવી કાઢી હતી.
પિતાએ ફોન પર પુત્રને કહ્યું હતું કે, ‘જો હું ત્યાં હોત તો મેં બિલ્ડર અને તારી મા બંનેને ગોળી મારી દીધી હોત. હવે તને જે સમજાય તે કર.’ પિતાના આ ઈશારા બાદ પુત્રએ માતાની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. થોડા વર્ષો પહેલા જ પિતાએ પુત્રને બંદુક ચલાવતા શીખવી હતી. ગત ૪થી જૂનની રાત્રે ૧૬ વર્ષના પુત્રએ તેની માતાને ગોળી મારી દીધી હતી.
એક વર્ષ પહેલા જ્યારે આરોપી પુત્ર બનારસમાં તેના મામાના ઘરેથી લખનઉ ગયો હતો ત્યારે તેણે માતા સાધનાના મોબાઈલમાં કેટલાક કોલ રેકોર્ડિંગ સાંભળ્યા હતા. તેમાં તેની માતા એક વ્યક્તિ સાથે વાત કરી રહી હતી. પુત્રને ખબર પડી કે પિતાની બહાર પોસ્ટિંગને કારણે માતા બીજી વ્યક્તિની નજીક આવી ગઈ છે. પુત્રથી આ સહન થયું નહિ. તેણે પિતા નવીનને આસનસોલમાં ફોન કરીને આ વાત કહી. પુરાવા તરીકે તેને કોલ રેકોર્ડિંગ પણ મોકલ્યું. ત્યાર બાદ પિતા અને માતા વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. જેણે કારણે પુત્રના મનમાં માતા પ્રત્યે નફરત પેદા થઇ ગઈ હતી.
થોડા મહિનાઓ પહેલા બધા બહાર ગયા હતા ત્યારે સાધના એ બિલ્ડરને ઘરે ડિનર પર બોલાવ્યો હતો ત્યારે નવીને તેના પર નજર રાખી પકડી પડ્યા હતા. ગત ઓક્ટોબર માસમાં પુત્રનો જન્મદિવસ હતો ત્યારે બિલ્ડર મોટી ભેટ લઈને ઘરે આવ્યો હતો ત્યારે નવીન અને તેના પુત્રની શંકાને સમર્થન મળ્યું હતું. તે રાત્રે નવીને સાધના સાથે ફોન પર ઝઘડો કર્યો હતો. ત્યાર પિતા અને પુત્રનાએ સાધનાની હત્યાની યોજના બનાવી હતી.
પુત્રએ આ ઘટના અંગે માહિતી અપાતા કહ્યું હતું કે, ‘3 જૂને મારી માએ મને ખૂબ માર્યો હતો. તે જ દિવસે મેં વિચાર્યું કે મા જીવિત ન રહેવી જોઈએ. મેં આ બધું મારા પિતાને કહ્યું. તેમણે મને કંઈ ન કરવા કહ્યું. હું ૪ જૂનની સાંજ સુધી તેની રાહ જોતો હતો. સાંજે પપ્પાનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે ટ્રેનની ટિકિટ મળી નથી. એ રાત્રે જ મેં મારી માને માથામાં ગોળી મારી દીધી .’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.