Lulu Mall Lucknow: મોલની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવા પહોંચ્યા પ્રદર્શનકારી તો થઈ પોલીસ કાર્યવાહી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

લખનઉના બહુચર્ચિત લૂલૂ મોલમાં નમાજ પઢવાનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. શનિવારે રાષ્ટ્રીય હિંદુ સંરક્ષક અને કરણી સેનાના કાર્યકર્તાઓ લૂલૂ મોલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, હાથમાં જય શ્રી રામની ધજા લઈને લૂલૂ મોલ પહોંચેલા પ્રદર્શનકારી સુંદરકાંડ પાઠ અને હનુમાન ચાલીસાના પઠન માટે અંદર જઈ રહ્યા હતાં ત્યારે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મળતી માહિતી અનુસાર મોલની બહાર વિરોધ કરી રહેલા 20 જેટલા કાર્યકર્તાની અટક કરવામાં આવી હતી અને ત્યારબાદ મોલની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
હિંદુ સંગઠનના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, મોલની અંદર નમાજ અદા થઈ રહી છે તો હનુમાન ચાલીસાના પાઠ કરવાથી અમને કેમ રોકવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આઠમી જુલાઈના રોજ રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લૂલૂ મોલનું ઉદ્ઘાટન કર્યું હતું અને 11મી જુલાઈથી નાગરિકો માટે મોલ ખુલ્લો મુકાવો હતો. બુધવારે મોલની અંદર નમાજ અદા કરતા કેટલાક લોકોનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાં હિંદુ સંગઠનો રોષે ભરાયા હતાં.મોલના મેનેજર સમીર વર્માએ નમાજ અદા કરવા વિરુદ્ધ FIR નોંધી છે. દરમિયાન મોલની અંદર ધાર્મિક પ્રાથના કરવાની નોટીસ પણ લગાવવામાં આવી છે.

 

બે યુવકોએ કર્યું હનુમાન ચાલીસાનું પઠન

લૂલૂ મોલને કારણે સર્જાયેલા વિવાદ વચ્ચે નમાઝ પછી હવે હનુમાન ચાલીસાનું પઠન કરતો વીડિયો સામે આવ્યો છે, જેમાં બે યુવક મોલની અંદર જય શ્રી રામના નારા લગાવે છે અને હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે. ઘટનાસ્થળે ઉપસ્થિત સિક્યોરિટી ફોર્સે બંને યુવકને પકડીને પોલીસને સોંપી દીધા છે અને તે પછી બંનેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.