Homeદેશ વિદેશમિડલ ક્લાસને નજીવી રાહત! કમર્શિયલ ગેસ સિલિન્ડર અને ઈંધણના ભાવમાં થયો ઘટાડો

મિડલ ક્લાસને નજીવી રાહત! કમર્શિયલ ગેસ સિલિન્ડર અને ઈંધણના ભાવમાં થયો ઘટાડો

નવેમ્બર મહિનાની શરૂઆત થતાં મિડલ ક્લાસને રાહત આપે એવા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતા અનુસાર નવેમ્બરની પહેલી તારીખથી એલપીજીના 19 કિલોના સિલિન્ડરના ભાવમાં 115.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશના મહાનગરોમાં અત્યારે ઘરેલુ સિલિન્ડરના ભાવ 1050 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે. આ ઉપરાંત મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ 40 પૈસાનો ઘટાડો નોંધાયો છે.

RELATED ARTICLES

Most Popular