Patna : બિહારની રાજધાની પટનાથી મોટા સમાચાર આવ્યા છે. પટના સિવિલ કોર્ટમાં બોમ્બ વિસ્ફોટ થયો હોવાનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં એક કોનસ્ટેબલ ઘાયલ થયો છે. બોમ્બ વિસ્ફોટ થતા સંપૂર્ણ કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બિહારની રાજધાની પટનાની સિવિલ કોર્ટમાં પૂરાવા તરીકે બોમ્બને લાવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે જ વિસ્ફોટ થતા આ દુર્ઘટનામાં અગમકુઆ પોલીસ સ્ટેશના ત્રણ કર્મચારી અને એક પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટની તીવ્રતા ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
Bihar | A low-intensity blast reported in the civil court of Patna, one constable reportedly injured. Details awaited.
— ANI (@ANI) July 1, 2022