કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતીય વેઇટલિફ્ટરોએ તેમનો પ્રશંસનીય દેખાવ ચાલુ રાખ્યો છે. ભારતે અત્યાર સુધી કુલ 14 મેડલ જીત્યા છે તેમાંથી 9 મેડલ તો દેશના વેઇટલિફ્ટરો જ લઇ આવ્યા છે.
વેઇટલિફ્ટિંગમાં દેશ માટે મેડલ જીતનાર લેટેસ્ટ વેઇટલિફ્ટર છે લવપ્રીત સિંહ. લવપ્રીત સિંહે પુરૂષોના 109 કિગ્રા વર્ગમાં કુલ 355 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. લવપ્રીત સિંહે સ્નેચમાં 163 કિગ્રા. અને ક્લિન એન્ડ જર્કમાં 192 વજન ઉપાડ્યું હતું. આ રીતે તેણે કુલ 355 કિગ્રા. વજન ઉપાડીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો.
આ અગાઉ CWG 2022માં સંકેત સરગર (સિલ્વર), મીરાબાઇ ચાનુ (ગોલ્ડ), જેરેમી લાલરીનુંગા (ગોલ્ડ), અંચિતા શિયુલી (ગોલ્ડ), બિંદિયારાની દેવી (સિલ્વર), ગુરુરાજા પૂજારી (બ્રોન્ઝ), હરજિંદર કૌર (બ્રોન્ઝ) અને વિકાસ ઠાકુર (બ્રોન્ઝ) વેઇટલિફ્ટિંગમાં મેડલ જીતીને દેશનું નામ રોશન કરી ચૂક્યા છે.
