કોલેજ લાઈફમાં કોઈ સાથે પ્રેમ થાય અને બ્રેક અપ થાય તે આજકાલ ખૂબ જ કોમન વાત બની ગઈ છે, પરંતુ આ પ્રકારના પ્રેમ પ્રકરણો જ્યારે હિંસક સ્વરૂપ લઈ લે છે ત્યારે ગંભીર પરિણામો આવે છે. અમદાવાદમાં બનેલા આવા જ એક કિસ્સામાં એક 19-20 વર્ષીય યુવાન જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. અમદાવાદમાં ભણતા સાગર અને પ્રિન્સ એકબીજાને ઓળખતા હતા. પ્રિન્સની કોલજેની બાજુની કોલેજમાં ભણતી એક 17 વર્ષીય ટીન એજરને સાગર પસંદ કરતો હતો અને તેની નજીક આવવાની કોશિશ કરતો હતો.
યુવતીને આ મૈત્રી પસંદ ન હતી આથી તેણે સાગર સાથેના સંબંધો કટ કરી નાખ્યા હતા. દરમિયાન તે પ્રિન્સ સાથે ચા કે ખાણીપીણીના સ્ટોલમાં જોવા મળતા સાગર રોષે ભરાયો હતો. આ મામલે સાગર અને પ્રિન્સ વચ્ચે બોલાચાલી થઈ હતી. સોમવારે અચાનક તેણે રામ્બો ચાકુ દ્વારા પ્રિન્સ પર કોલેજની બહાર જ હુમલો કરી દીધો હતો અને તેના આંતરડા બહાર આવી જાય તે રીતે તેને માર્યો હતો. કોલેજના વિદ્યાર્થીઓએ પ્રિન્સને બચાવી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં તે ક્રિટિકલ હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન સાગરની શોધખોળ પોલીસે કરી છે. છોકરીના કહેવા અનુસાર સાગરે તેને લગ્ન માટે પણ કહ્યું હતું. પરંતુ છોકરીએ ઘસીને ના પાડી દેતા તે રોષે ભરાયો હતો.