વર્ષ 2023ને હવે ગણ્યાગાંઠ્યા દિવસો બાકી છે ત્યારે જ્યોતિષોએ પ્રેમસંબંધોના મામલે આવતું વર્ષ કેવું રહેશે તે મામલે ભવિષ્યવાણી કરી છે.
મેષઃ રિલેશનશિપના મામલે આવતું વર્ષ ફળશે. કુંવારા લોકોના લગ્ન નક્કી થઈ શકે છે, પરંતુ રાહુ-કેતુની સ્થિતિને કારણે દાંપત્ય જીવનમાં તણાવ વધી શકે છે.
વૃષભઃ આવતું વર્ષ તમારા પ્રેમ સંબંધોમાં મીઠાશ લાવશે. જાન્યુઆરીથી એપ્રિલનો સમયગાળો બેહદ ખાસ રહેશે. વિવાહનો યોગ પણ બની શકે છે. સંબંધોમાં મીઠાશની સાથે રોમાન્સ પણ રહેશે.
મિથુનઃ લગ્નજીવનમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, જોકે ધીરે ધીરે સમસ્યા દૂર થશે. જો તમે રિલેશનશિપમાં છો તો એપ્રિલ પછી લગ્ન માટે પ્રપોઝ કરી શકો છો.
કર્કઃ પ્રેમ અને લગ્ન જીવનની વાત કરીએ તો આવતું વર્ષ કર્ક રાશિના જાતકો માટે તણાવપૂર્ણ રહે તેવી શક્યતા છે. જોકે, એપ્રિલ બાદ સંબંધોમાં સકારાત્મકતા આવશે અને પાર્ટનર સાથે સુખદ પળનો આનંદ લઈ શકશો.
સિંહઃ આવતું વર્ષ સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ સુખદ રહેવાનું છે. આ વર્ષે તમારા પાર્ટનરની સમજદારી સંબંધોમાં ખુશાલી લાવશે. તમારા સંબંધોમાં આવેલી કળવાશ અને ફરિયાદ દૂર થાય તેવી શક્યતા છે. અવિવાહિત જાતકો માટે આવતા વર્ષે વિવાહના સંજોગ છે.
કન્યાઃ રિલેશનશિપના મામલલે કન્યા રાશિનું આવતું વર્ષ ખૂબ જ સારુ રહેશે. સંબંધ મજબૂત બનાવવાની તક મળશે. જો તમે પોતાના સંબંધ પ્રત્યે ઈમાનદાર હશો તો વિવાહના સંજોગ છે.
તુલાઃ આવતનું વર્ષ તુલા રાશિના જાતકો માટે મિશ્ર રહેશે. તમારા પ્રેમ સંબંધોમાં મિઠાશ અને રોમાન્સ વધશે પરંતુ સમસ્યાઓ પણ નિર્માણ થઈ શકે છે.
વૃશ્ચિકઃ જો તમે સિંગલ છો તો આવતું વર્ષ તમારા માટે પ્રેમભર્યું રહેશે. તમારા જીવનમાં ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે.
ધનુઃ આવતા વર્ષે ધનુ રાશિના જાતકોને રિલેશનશિપના મામલે સાવધાન રહેવી જરૂર છે. પ્રેમ સંબંધોમા તણાવ વધવાની સંભાવના છે. પાર્ટનર સાથે નાની વાતોને લઈને ઝઘડા થઈ શકે છે. તેથી સાવધાન રહેવાની જરૂર છે.
મકરઃ મકર રાશિના જાતકો માટે આવતું વર્ષ તણાવપૂર્ણ રહે તેવી શક્યતા છે. પ્રેમસંબંધોમાં મિસકમ્યૂનિકેશનને કારણે સંબંધ તૂટવાની નોબત આવી શકે છે. તેથી સાવધાની રાખવાની જરૂર છે અને પરિસ્થિતિને પ્રેમથી અને ઠંડા મગજે હેન્ડલ કરવાની કોશિશ કરવી જોઈએ.
કુંભઃ પ્રેમ સંબંધોના મામલે કુંભ રાશિના લોકો માટે આવતું વર્ષ લકી સાબિત થશે. પ્રેમી સાથે વાદ-વિવાદ અથવા ઝઘડા થવાની સંભાવના છે, પરંતુ પરિસ્થિતિને સંભાળી લેવામાં આવે તો આખું વર્ષ રોમાન્સથી ભરપૂર રહેશે.
મીનઃ મીન રાશિના જાતકોને આવતા વર્ષે તેના મનનો માણેગર મળી જાય તેવી સંભાવના છે. જોકે, અમુક કારણોસર એકબીજાથી દૂર રહેવું પડી શકે છે. પાર્ટનર તરફથી પૂરો સહયોગ મળશે. કોઈપણ મહત્ત્વનો નિર્ણય લેવા પહેલા પાર્ટનર સાથે વાતચીત કરવી જોઈએ. જે લોકો લગ્નનો વિચાર કરી રહ્યા છે તેમના માટે આવતું વર્ષ અનુકુળ રહેશે.