Homeઆમચી મુંબઈBESTની બસમાં મોબાઈલ ખોવાયો છે? તો અહીં ચેક કરો

BESTની બસમાં મોબાઈલ ખોવાયો છે? તો અહીં ચેક કરો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જો તમે પણ તમારો મોબાઈલ ફોન બેસ્ટની બસમાં ભૂલી ગયા હોય તો તમારો ફોન તમને પાછો મળવાની શક્યતા છે. બેસ્ટ ઉપક્રમે પોતાના ટ્વિટર હેન્ડલ પર બસમાં મળી આવેલા મોબાઈલની યાદી જાહેર કરી છે. યાદીમાં તમારો મોબાઈલ પણ હોય તો બેસ્ટના ડેપોમાં પહોંચીને મેળવી લેજો.

 

બેસ્ટની બસમાં પ્રવાસ કરવા દરમિયાન અનેક વખતે પ્રવાસીઓ ઉતાવળમાં પોતાનું બસસ્ટોપ આવે ત્યારે સામાન ભૂલી જતા હોય છે. તેમાં મોબાઈલ ફોન, છત્રી, પૈસા ભરેલી બૅગ, લૅપટોપ જેવો સામાન પણ પ્રવાસીઓ ભૂલી જતા હોય છે. અનેક વખતે લોકો પૈસા અને સોનાના દાગીના ભરેલી બેગ પણ ભૂલી જતા હોય છે.

પ્રવાસીઓ પોતાની ચીજો ભૂલી ગયા પછી તેમને યાદ પણ રહેતું નથી. બેસ્ટની બસમાં મળી આવેલી વસ્તુઓને ડેપોમાં મોકલવામાં આવે છે. હાલ બેસ્ટ ઉપક્રમ દ્વારા નવેમ્બરમાં બેસ્ટની બસમાં ભૂલી ગયેલા મોબાઈલની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી બેસ્ટના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જાહેર કરવામાં આવી છે. જો તમે પણ તમારો મોબાઈલ ફોન બસમાં ભૂલી ગયા હો તો યાદી ચેક કરીને બેસ્ટ ઉપક્રમે આપેલા નંબર પર સંપર્ક કરવો અને મોબાઈલ ફોન ૧૫ જાન્યુઆરી, ૨૦૨૩ પહેલા લઈ જવાની અપીલ બેસ્ટ ઉપક્રમે કરી છે.

બેસ્ટની બસમાં મોબાઈલ ફોન ભૂલી જનારા લોકો બેસ્ટની bestundertaking.com આ વેબસાઈટ પર જઈને પણ યાદી ચેક કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular