મુંબઈઃ મુંબઈગરાની સેકન્ડ લાઈફલાઈન બની ગયેલી બેસ્ટની બસમાં ઘણી વખત વસ્તુઓ ભૂલી જાય છે. ઘણા લોકો તો મોબાઈલ ફોન સહિતની અન્ય મહત્ત્વની વસ્તુઓ બસમાં ભૂલી જાય છે, જેમાંથી ઘણા લોકોને તેમની મૂલ્યવાન વસ્તુઓ પાછી મળે છે તો ઘણા લોકો આ વસ્તુઓ પાછી મળવાની આશા છોડી દે છે. પણ હવે બે્ટની બસમાં મોબાઈલ ફોન ભૂલી જનારા પ્રવાસીઓને રાહત આપવાનો પ્રયાસ બેસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
જાન્યુઆરી, 2023માં બેસ્ટની બસમાં ભૂલાયેલા પ્રવાસીઓના મોબાઈલ ફોન પાછા આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આ યાદી, ક્યાંથી આ વસ્તુઓ પાછી મેળવી શકાયે એની માહિતી બેસ્ટે પોતાની વેબસાઈટ પર પોસ્ટ કરી છે.
बेस्ट बसगाडी मध्ये जानेवारी २०२३ महिन्यात गहाळ झालेल्या व बेस्ट कडे जमा झालेल्या भ्रमणध्वनी संचाची (Mobile phone ) सूची. गहाळ वस्तू विभाग, संपर्काची अधिक माहिती बेस्ट उपक्रमाच्या संकेतस्थळावर उपलब्ध आहे . # bestupdates
Click link :https://t.co/vVT4QJKcJC pic.twitter.com/uTtumXFixL— BEST Bus Transport (@myBESTBus) February 15, 2023
30મી ડિસેમ્બર, 2022થી 29મી જાન્યુઆરી, 2023 સુધી આશરે 40 જેટલા મોબાઈલ ફોન પ્રવાસીઓ બેસ્ટની બસમાં ભૂલી ગયા છે. આ મોબાઈલ ફોન માટે પ્રવાસીઓએ 15મી માર્ચ પહેલાં દાવો કરવો એવું બેસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. ભૂલાયેલા ફોનમાં એન્ડ્રોઈડની સાથે આઈફોનનો સમાવેશ પણ થાય છે. ત્રણ આઈફોન બેસ્ટના કબજામાં જ્યારે અન્ય એન્ડ્રોઈડ ફોન છે.
મોબાઈલ ફોન પર દાવો કરવા માટે કયા દસ્તાવેજો છે આવશ્યક-
આઈડી કાર્ડ, એડ્રેસ પ્રૂફ જેમ કે આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ વગેરે વગેરે.
કેશ, મેમો, મોબાઈલ ફોન બિલ
સીમ કાર્ડની માહિતી
મોબાઈલ ફોન ખોવાયો હોવાની એફઆઈઆર
દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ દાવો કરનારને મોબાઈલ ફોન આપવામાં આવશે, એવું બેસ્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.