ભગવાન શિવની પ્રિય ચાર રાશિ

સ્પેશિયલ ફિચર્સ

આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે. આ મહિનામાં ભગવાન શિવની કૃપા મેળવવા દરેક વ્યક્તિ પ્રયાસ કરે છે. શિવભક્તો માટે શ્રાવણ મહિનો ઘણો મહત્વનો હોય છે. શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત રાખવાથી ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનામાં શિવભક્તો વિધિપૂર્વક શિવજીની આરાધના કરે છે અને તેમને પ્રસન્ન કરવા સેંકડો કિલોમીટરની જાત્રા કરીને જ્યોતિર્લિંગના દર્શન કરવા જાય છે. ત્યારે કેટલીક રાશિ એવી છે જેના પર ભગવાન મહાદેવ હંમેશા મહેરબાન રહે છે. તેમના પર શિવજીની કૃપા વરસતી જ રહે છે. આપણે એ ચાર રાશિ વિશે જાણીશું

મેષ રાશિઃ
આ રાશિને શિવજીની પ્રિય રાશિ માનવામાં આવે છે. તેમના પર ભોલેનાથની વિશેષ કૃપા વરસે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિના લોકોએ શ્રાવણ મહિનામાં શંકરની પૂજા કરવી જોઇએ અને શિવલિંગ પર જળઅર્પણ કરવું જોઇએ, જેથી ભગવાન શિવ તેમના કષ્ટ દૂર કરી શકે. આ રાશિના લોકોને જીવનમાં ભાગ્યે જ પ્રતિકૂળતાનો સામનો કરવો પડે છે.

મકર રાશિ:
મકર રાશિ પણ ભોલેનાથને પ્રિય માનવામાં આવે છે. આ રાશિના સ્વામી શનિદેવ છે. આ રાશિના લોકો ભાગ્યના ધની હોય છે અને સ્વભાવે શાંત અને સાલસ હોય છે. આ રાશિના લોકો પર પણ ભગવાન શિવની કૃપા હંમેશા બની રહે છે. મકર રાશિના લોકોએ દરરોજ મહાદેવની પૂજા કરવી જોઇએ અને ઓમ નમ શિવાયનો જાપ કરવો જોઇએ.

વૃશ્ચિક રાશિ :
આ રાશિનો માલિક મંગળ દેવ છે. આ રાશિ ભગવાન શિવને પણ પ્રિય છે. પવિત્ર શ્રાવણ મહિનામાં જો તેઓ ભગવાનને જળાભિષેક કરે તો તેમના ભાગ્યના બધા દરવાજા ખુલી જઇ શકે છે અને તેમના જીવનમાંથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.

કુંભ રાશિ:
ભોલેનાથને કુંભ રાશિ પણ પ્રિય છે. આ રાશિના સ્વામી શનિદેવ છે. કુંભ રાશિના લોકોએ શ્રાવણ મહિનામાં શિવલીંગ પર જળ અર્પણ કરવું બહુ ફાયદાકારક સાબિત થાય છે. એ ઉપરાંત કુંભ રાશિના લોકોએ પોતાની આવક અને ગજા પ્રમાણે દાન કરવું જોઇએ, જેથી ભગવાન શિવ પ્રસન્ન થઇ આશિર્વાદ વરસાવે. કુંભ રાશિવાળા લોકો માટે શ્રાવણ મહિનામાં દાન-ધરમ કરવો ઘણો ફાયદાકારક છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.