નવી દિલ્હી: ભગવાન રામ માત્ર પથ્થર, માટી કે કાષ્ઠની પ્રતિમા નહિ, દેશની ઓળખ છે, એમ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ગુરુવારે કહ્યું હતું.
રામ નવમી નિમિત્તે અહીં યોજાયેલા એક સમારોહને સંબોધન કરતા રાજનાથસિંહે કહ્યું હતું કે સરકાર હૉસ્પિટલો, સ્કૂલો અને ઉદ્યોગોની સાથે સાથે મંદિરોનું પણ નિર્માણ કરશે. જ્યારે રામ મંદિરના નિર્માણની વાત આવે છે, ત્યારે અનેક લોકોએ તેમના વિચારો વ્યક્ત કરે છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અનેક લોકોએ રામ મંદિરના નિર્માણના સ્થળે હૉસ્પિટલ, સ્કૂલ બાંધવાનું કે ઉદ્યોગ સ્થાપવાનું સૂચન કર્યું હતું. આ એવા લોકો છે જે રામને સમજી અને સ્વીકારી નથી શક્યા, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ભગવાન રામ માત્ર પથ્થર, માટી કે કાષ્ઠની પ્રતિમા નહિ, દેશની ઓળખ છે. ભગવાન રામ આપણી સંસ્કૃતિ અને વિશ્ર્વાસનું કેન્દ્ર છે, એમ તેમણે કહ્યું હતું. ભારતની સરહદો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સર્જિકલ સ્ટ્રાઈકે આતંકવાદીઓની કરોડરજ્જુ તોડી નાખી છે, એમ રાજનાથસિંહે કહ્યું હતું. (એજન્સી)ઉ