નવી દિલ્હી: મુંબઈની વિશેષ અદાલતે ભાગેડુ નીરવ મોદીની ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ લિમિટેડ કંપનીના ભૂતપૂર્વ મુખ્ય નાણાકીય અધિકારી વિરુદ્ધ સીબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી લુક આઉટ નોટિસને રદ કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટ રવિશંકર ગુપ્તાની રજૂઆત સાથે સંમત થઈ હતી કે તેઓ ઉચ્ચ લાયકાત ધરાવે છે અને તેઓ એક બહુરાષ્ટ્રીય કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હોવાથી તેમને દેશની બહાર મુસાફરી કરવી જરૂરી છે. ગુપ્તાએ કહ્યું હતું કે તેઓ પૂછપરછ માટે સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન સમક્ષ ૩૧ વખત હાજર થયા હતા.લુક આઉટ સર્ક્યુલર (એલઓસી)ને રદ કરવાની માંગ કરતા તેમણે કહ્યું કે તેમની નોકરીની પ્રકૃતિમાં ભારતની બહાર મુસાફરીનો સમાવેશ થાય છે, પરંતુ નોટિસને કારણે પોતે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી શકતો નથી.
સીબીઆઇએ આ અરજીનો સખત વિરોધ કરતા કહ્યું કે ગુપ્તા નીરવ મોદીની કંપનીનું ફાઇનાન્સ સંભાળી રહ્યો હતો જેણે કપટપૂર્ણ રીતે દોઢસો લેટર્સ ઓફ અંડરટેકિંગનો ઉપયોગ કરીને રાજ્ય સંચાલિત પંજાબ નેશનલ બૅંકમાંથી રૂ. ૬૪૯૮.૨૦ કરોડ ઉપાડી લીધા હતા.
તેમાં કહેવામાં આવ્યું છે કે જો નોટિસ હટાવવામાં આવે તો ગુપ્તા અન્ય આરોપીઓની જેમ દેશ છોડીને ભાગી શકે છે અને વધુ તપાસ માટે ઉપલબ્ધ ન હોઈ શકે.
વિશેષ અદાલતે નોંધ્યું હતું કે ગુપ્તા આ કેસમાં આરોપી કે સાક્ષી નથી, અને એણે આ મામલાના સંબંધમાં તપાસ અધિકારીની ઓફિસમાં ૩૧ વખત હાજરી આપી હતી. કોર્ટે નોંધ્યું હતું કે જો અરજદાર સામે જારી કરાયેલ નોટિસ
રદ કરવામાં નહિ આવે તો તે તેની કારકિર્દીને અવરોધશે અને તેણે નોટીસ રદ કરી હતી. (એજન્સી)
નીરવ મોદીની કંપનીના માજી અધિકારીની લૂકઆઉટ નોટિસ રદ
RELATED ARTICLES