આટલા કલાક બેસી રહો છો? થશે આવા દુષ્પરિણામ

284
Businessman face-down on messy desk

ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવું હવેના દિવસોમાં ખૂબ જ સામાન્ય બાબત છે. આપણામાંથી ઘણા લોકો દિવસના 8 કલાકથી વધુ સમય સુધી સતત બેસીને કામ કરે છે. પણ લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે મગજ પર તેની વિપરીત અસર જોવા મળે છે. હાલમાં જ થયેલાં એક સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે જે લોકો લાંબા સમય સુધી બેસીને કામ કરે છે તેમના મગજ પર તેની અસર જોવા મળે છે, તેમની સ્મરણશક્તિ ઘટે છે, ઘણી વખત તેઓ મહત્ત્વની વાત ભૂલી જાય છે.
તાજેતરમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે જેમનું કામ બેસીને જ થતું હોય એવા લોકોએ દિવસમાં આશરે ત્રણેક કલાક તો ઊભા રહેવું જોઈએ. આવું કરવાથી આયુષ્ય પણ વધે છે. રિસર્ચ અનુસાર ઊભા રહેવાથી લોહીમાં શુગરના સ્તરમાં ઘટાડો જોવા મળે છે. હૃદયરોગનું જોખમ ઘટે છે અને જે લોકો આઠ કલાકથી વધુ સમય સુધી સતત બેસી રહે છે તેમની સરખામણીએ તાણ અને થાક ઓછો લાગે છે.
સતત બેસી રહેવાને કારણે માનસિક આરોગ્ય અને સ્મરણશક્તિ પર પણ તેની વિપરીત અસર જોવા મળે છે. ઊભા રહેવાને કારણે ન્યૂરલ એજિંગની સમસ્યામાં પણ ઘટાડો જોવા મળે છે, જેમ કે મેડિયલ ટેમ્પોરલ લોબને નુકસાન થવું, જે મગજનો એ ભાગ છે જ્યાં યાદશક્તિ હોય છે.
તદુપરાંત સતત લાંબા સમય સુધી બેસી રહેવાથી શરીરના દરેક ભાગમાં રક્તસંચારને પણ અસર થાય છે. મગજમાં રક્તનું પરિભ્રમણ ઘટવાને કારણે મગજની કોશિકાઓમાં ઓક્સિજન તેમજ પોષક તત્ત્વોની ઊણપ સર્જાય છે. પરંતુ લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી સમગ્ર પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે. મગજને સ્વસ્થ રાખવા માટે વ્યક્તિએ દર અડધા કલાકે 2 મિનિટ માટે ઊભા થઇને ફરવું જોઇએ. તેનાથી મગજમાં રક્તનું પરિભ્રમણ વધે છે. તેનાથી મગજ લોકોને વસ્તુઓની ઓળખ કરવા માટે મદદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!