એક્ટર કાર્તિક આર્યન હાલમાં તો પોતાના કરિયરની ઊંચાઈઓનો આનંદ માણી રહ્યો છે. 2022માં એક પછી એક સારી ફિલ્મો આપ્યા બાદ હવે એક્ટર નવા વર્ષની ઊજવણી કરવા માટે લંડન પહોંચ્યો હતો, જ્યાં તે મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કાર્તિકનું નામ સારા અલી ખાન સાથે જોડવામાં આવે છે, પણ તમારી જાણ માટે કે ખૂબ જ ઓછા લોકો જાણે છે કે સારા અલી ખાન સિવાય પણ તેના જીવનમાં એક બીજી મિસ્ટ્રી ગર્લ છે અને તેની સાથે જ ભાઈસા’બે નવું વર્ષ મનાવ્યું હતું.
કાર્તિકની સો કોલ્ડ ગર્લફ્રેન્ડ અને આ મિસ્ટ્રી ગર્લનું નામ છે નિહારિકા ઠાકુર. બંને જણ વેકેશન એન્જોય કરી રહ્યા છે અને આ વાતનો ખુલાસો બંને જણની એક જેવી પોસ્ટને કારણે થયો છે. વાત જાણે એમ છે કે કાર્તિક આર્યને થોડાક દિવસ પહેલાં બ્લેક ટી અને મફિન્સનો ફોટો પોસ્ટ કર્યો હતો અને એ વખતે તે લંડનના ક્લારિઝ હોટેલમાં હતો. થોડાક સમય બાદ નિહારિકાએ પણ સેમ ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો અને બંનેની ચોરી પકડાઈ ગઈ.
નિહારિકા ઠાકુર સિંગર પ્રતિક કુહડી એક્સ ગર્લફ્રેન્ડ છે. કાર્તિક કે નિહારિકાએ ઓફિશિયલી કંઈ કહ્યું નથી, પણ યુઝર્સે એક જેવી પોસ્ટ પરથી જાતે જ મિસ્ટ્રી સોલ્વ કરી લીધી છે. યુઝર્સના મતે કાર્તિક આર્યનની ફેમિલીમાં બધા જ ડોક્ટર છે એટલે કદાચ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે કદાચ નિહારિકા ઠાકુર પણ વ્યવસાયે ડોક્ટર હોઈ શકે અને પરિવારે જ બંને જણની ડેટ ફિક્સ કરાવી હોય. આ સિવાય સારા અલી ખાન સાથેના વેકેશનની વાતો પણ ચર્ચાઈ રહી છે…