આપણે વેસ્ટર્ન કલ્ચર પ્રત્યે આકર્ષાઈએ છીએ, પણ હકીકત એ છે કે ત્યાંના લોકો આપણા કલ્ચર, સંસ્કૃતિથી એકદમ પ્રભાવિત છે. આ વાતને સાચી પુરવાર કરી છે બ્રિટીશર એન્ગસ ડેનૂને. હાલમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. એન્ગસ લંડનના રસ્તા પર કોલકતાની ઝાલમુડી (ભેલ) વેંચી રહ્યા છે. એન્ગસ એ શેફ છે અને ઝાલમુડીના સ્વાદથી લોકોના દિલ, સ્માઈલ તો કમાવી જ રહ્યા છે, પણ તેની સાથે સાથે તે આનાથી પૈસા પણ બનાવી રહ્યા છે. જ્યારે તેઓ કોલકતાથી પાછા લંડન ગયા છે ત્યારે આ ઝાલમુડીની રેસિપી પણ પોતાની સાથે લંડન લઈ ગયા. આનો ચટપટો સ્વાદ તેમને એટલો ગમી ગયો છે કે તેણે લંડનમાં તેને વેચવાનું શરું કરી દીધું છે. તેઓ લંડનની ગલીઓમાં ઝાલમુડી એક્સપ્રેસ ચલાવે છે. ભેલપુરીના ફેમિલીની આ ઝાલમુડીના ઈન્ગ્રિડેન્ટ્સની સુગંધ લોકોને તેની તરફ ખેંચે છે. આ જ કારણ છે કે લંડનની અનેક ગલીઓમાં લોકો રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે આ ઝાલમુડી એક્સપ્રેસ આવશે અને તેઓ આ સ્વાદિષ્ટ વાનગી આરોગશે. એક ઈન્ટરવ્યુમાં એન્ગસે જણાવ્યું હતું કે જ્યારે પહેલા દિવસે મેં આ ઝાલમુડી લોકોને ખવડાવી ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે આ એક જબરજસ્ત ડિશ છે. બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો પણ આને ખૂબ જ પસંદ કરે છે. ઝાલમુડીને મળેલી સફળતા બાદ તેમણે પોતાના મેન્યુમાં બીજી કેટલીક બંગાળી વાનગીઓને શામિલ કરી છે. ગુની ચાટ, પુલચાસ, લસ્સી, ઢોકળા અને ચાય પણ તેઓ પોતાની આ ઝાલમુડી એક્સપ્રેસના માધ્યમથી લોકોને પીરસે છે.
લંડનની ગલીઓ મહેકે છે કલકત્તાની ઝાલમુડીની મહેકથી…
RELATED ARTICLES