નવી દિલ્હીઃ લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સી વોટર સર્વે કરવામાં આવ્યો છે, પણ એના અહેવાલને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) ની ચિંતા વધારી દીધી છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
આગામી લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી લઈને સર્વે કરવામાં આવ્યો છે, જેમાં બાવન ટકા મતદારોએ તો વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે બીજા નંબરે અમિત શાહની પસંદગી કરી છે. ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગી (૨૫ ટકા) અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી(૧૬ ટકા)ને મત આપ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીને ૧૪ ટકા લોકોએ પીએમ તરીકે પસંદ કરી છે. જોકે સર્વેમાં BJPને ૨૮૪ બેઠક મળશે, જ્યારે સહયોગીને ૧૪ સીટ મળશે. અલબત્ત, NDAને કુલ ૨૯૮ બેઠક મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.NDAના વોટ શેર ૪૩ ટકા છે, જેમાં છ મહિના કરેલા સર્વે કરતા ૪૧ ટકા હતા, જે અગાઉની તુલનામાં બે ટકા હિસ્સો વધારે છે. વર્ષ
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને ૩૧૯ બેઠક મળી હતી. અલબત્ત બીજેપીની આગેવાની એનડીએની સરકારને બેઠક ઘટવાના અંદાજથી ભાજપની ચિંતા વધારી દીધી છે. એનડીએની તુલનામાં UPAને ૧૫૩ બેઠક મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અગાઉની લોકસભામાં UPAનાં પક્ષોને કુલ મળીને ૯૧ બેઠક મળી હતી. UPAને ૩૦ ટકા મત મળશે. એટલે સતત ત્રીજી વખત સરકાર બનાવવાં મુદ્દે ભાજપનું સપનું સાકાર ના થઈ શકે એવું સર્વેમાં જણાવ્યું છે.