આજરોજ રાજકોટ ખાતે મહિલાઓને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પોલીસ બેસ્ટ સપોર્ટ સેન્ટર વન સ્ટોપ સેન્ટર તથા 181 અભયમ ટીમ દ્વારા એક લોક દરબાર નું આયોજન થયું. D.I.G. પુજા યાદવ, પોલીસ અધિકારી જણકાટ સાહેબ,A.C.P., તથા અન્ય પોલીસ કર્મીઓ ની હાજરીમાં રાજકોટ ખાતે પીડિત મહિલાઓ અને તેના પ્રશ્નોને લઈ અને એક લોક દરબારનું આયોજન થયું.
મહિલા પોલીસ મથક આયોજિત લોક દરબારમાં પીડિત મહિલાઓએ ઘરેલુ હિંસા, દુષ્કર્મ મારપીટ જેવા પ્રશ્નોની રજૂઆત કરી.મહિલા પોલીસ અધિકારી પૂજા યાદવ મેડમ તરફથી તમામ પીડિતોને યોગ્ય ન્યાય મળી રહે તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે તેવી જાહેરાત કરી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને તમામ પ્રકારની સુવિધા એક જ સ્થળેથી મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર રાજકોટ જે હાલ પીડીપીયુ હોસ્પિટલ ના કમ્પાઉન્ડમાં કાર્યરત છે તેની પણ માહિતી આપી. મહિલાઓને માર્ગદર્શન આપ્યું કે સીધા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવાની જગ્યાએ પહેલાં 24 કલાક કાર્યરત એવા વન સ્ટોપ સેન્ટરમાં રજૂઆત કરો.જ્યાં હિંસાનો ભોગ બનેલ મહિલાઓને કાયદાકીય સલાહ મળે છે. ભોગ બનેલ મહિલાને તબીબી સહાય મળે છે. અને ભોગ બનેલ મહિલાને કોઈ સમસ્યા હોય તો તેનું પરામર્શ કરીને નિરાકરણ કરવાનો યોગ્ય રાહ બતાવવામાં આવે છે.
181 અભયમ યોજના અંતર્ગત મહિલાઓને તાત્કાલિક સહાયની જરૂર પડે તો પોતાના ફોનમાં 181 અભયમ એપ ડાઉનલોડ કરી 24 કલાકમાં ગમે તે ઘડીએ તે ફરિયાદ કરી શકે છે. ફરિયાદીનું નામ પણ ગુપ્ત રાખવામાં આવે છે.આ પ્રકારની તમામ માહિતીઓ પૂરી પાડવામાં આવી. અમુક પીડિત મહિલાઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા.
બાહોશ પોલીસ અધિકારી જનકાત સાહેબે મહિલાઓને નિર્ભયતાથી ફરિયાદ કરવા જણાવ્યું અને પોલીસ તંત્ર યોગ્ય પગલાં લેશે તેવી ખાતરી આપી હતી.
મહિલાઓના પ્રશ્નો માટે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા લોક દરબારનું આયોજન.
RELATED ARTICLES