Homeવીકએન્ડલોગારા પાસ... આલ્બ્ૉનિયન રિવિયેરા અને પહાડો વચ્ચે

લોગારા પાસ… આલ્બ્ૉનિયન રિવિયેરા અને પહાડો વચ્ચે

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

જેમ જેમ ઇન્ડિયન ફૂડ વિના દિવસો વધી રહૃાાં હતાં, ત્ોની ઇચ્છા જાણે મનમાં વધુન્ો વધુ ઘેરી થતી જતી હતી. આમ તો ઘણી વાર અઠવાડિયાથી પણ વધુ સમય આપણું ભાણું ખાધાં વિના નીકળી જતાં, પણ ત્ોનો અર્થ એ નહીં કે ઇચ્છા થાય તો ગમે ત્યાં મળી ન જાય. સાવ નબળા ઇન્ડિયન રેસ્ટોરાંમાં પણ બ્ોઝિક મસાલાના કારણે કશું જ ન ભાવે એવું તો ન બનતું. આલ્બ્ોનિયામાં એ સ્પષ્ટ હતું કે કોઈ મોટાં શહેરમાં ગયાં વિના એ મેળ પડવાનો ન હતો. સારાન્ડાથી અમે લોગારા પાસ તરફ નીકળવા ત્ૌયાર થયાં. ત્ોના બીજે છેડે મોટું શહેર તો હતું જ. આ પહેલા આ પ્રકારના માઉન્ટેન પાસનો સારો અનુભવ સ્વિટ્ઝરલેન્ડ, સ્લોવેનિયા અન્ો યુએસમાં કરેલો. પણ આલ્બ્ોનિયન સ્ોરુનિયન પર્વતમાળામાં આ પહેલીવાર અનુભવવા મળેલું. રેન્ટલ કાર કંઇ ખાસ પાવરફૂલ ન હતી, પણ અમારું કામ ચાલી ગયું.
સારાન્ડા પછી સાઉથમાં પોર્ટો પાલેર્મો આવ્યું. પોર્ટો પાલેર્મોમાં એક કાસલ છે ત્ો સાંભળીન્ો તો જરાય નવાઈ ન લાગી. પણ ત્ો સત્તરમી સદીમાં કોઇ અલી પાશા નામે માણસ્ો બંધાવ્યો છે ત્ો જાણીન્ો જરૂર નવાઈ લાગી. આવાં બોલીવૂડ વિલન જેવું નામ આલ્બ્ોનિયન હિસ્ટ્રીમાં જાણીન્ો ઘણું મનોરંજક લાગતું હતું. આ અલી પાશા ત્ો સમયનો સૌથી લોકપ્રિય શાસક હતો. ઓટોમાન એમ્પાયરમાં આવા ઘણાં નામ છે જે આજે પણ આલ્બ્ોનિયાનાં કિલ્લાઓ યાદ કરે છે. આ અલી પાશાની આમ તો અહીં પ્રતિમા પણ છે અન્ો બીજી તરફ આ પાશાએ અહીં ઘણો કહેર પણ વર્તાવ્યો છે. ઘણાં ગ્રીક અન્ો ફ્રેન્ચ મુલાકાતીઓને ઠાર કર્યો હોવાની વાર્તાઓ પણ પ્રચલિત છે. એલેક્ઝાન્ડર દુમાએ તો અલી પાશા પર મહાકાવ્ય પણ લખ્યું છે.
આ કિલ્લાની નજીક જ એક સબમરિન ટનલ પણ છે. વીસમી સદીની શરૂઆતમાં સોશિયાલિસ્ટોએ બનાવેલી આ સબમરિન પાર્ક કરવાની ટનલનો કોઇ ન્ો કોઈ રીત્ો ઉપયોગ થતો આવ્યો છે. આ ટનલ પહાડ કોતરીન્ો બનાવવામાં આવી છે. કોલ્ડ વોર દરમ્યાન આ ટનલ અન્ો પોર્ટ બાકીની દુનિયા માટે સિક્રેટ હતી. આજે તો અહીં જે પણ ટૂરિસ્ટ આવે છે ત્ો આ સિક્રેટ જાણી જ લે છે. કોલ્ડ વોર દરમ્યાન ભૌગોલિક રીત્ો યુરોપથી નજીક રહીન્ો પોલિટિકલી રશિયા તરફી રહૃાું હોવાનું આલ્બ્ોનિયામાં કેવું રહૃાું હશે ત્ોની પણ અહીં કલ્પના જ કરવાની રહી. પોર્ટથી નીકળીન્ો અમે લોગારા પાસ અન્ો ન્ોશનલ પાર્કમાં આગળ વધ્યાં. આ ઐતિહાસિક રોડ પર જ્યારે કાર ઢાળ ચઢી રહી હતી ત્યારે જરાય અંદાજ ન હતો કે થોડી જ મિનિટોમાં ટેકરી ઉપર પહોંચી ગયા પછી આ જ રસ્તાઓ જાણે કોઇએ પોતાની પ્ોન ચેક કરવા લીલા કાગળ પર લીટા કર્યાં હોય ત્ોવું લાગતું હતું. વચ્ચે લોગારા પાસ સાથે લોગારા ન્ોશનલ પાર્ક પણ આવી ગયો. અહીં તો જ્યાં પણ નજર પડે ત્યાં હરણ નજરે પડતાં હતાં. હરણ રસ્તાઓ અન્ો લોકોથી આમ તો દૂર જ રહેતાં, એવામાં અહીંનાં હરણન્ો તો કોઈનો ડર ન હોય ત્ોમ બિનધાસ્ત ફરી રહૃાાં હતાં. સ્ોરુનિયન પર્વતમાળા સ્થાનિકોમાં થન્ડરબોલ્ટ પર્વતો તરીકે જાણીતી છે. બરાબર દરિયાન્ો આઉટલાઇન આપી રહૃાાં હોય ત્ોવા પર્વતો સદીઓથી આ રીજનની દંતકથાઓમાં પણ ઉલ્લેખ પામ્યા કરે છે. ખાસ તો ટ્રોજન યુદ્ધ દરમ્યાન ગ્રીક આર્મી જ્યારે છુપાઈ ગઈ હતી, ત્યારે અહીં આવીન્ો રહી હોવાની વાત છે.
હજારો વર્ષો પહેલાં રોમન સિવિલ વોર દરમ્યાન જુલિયસ સીઝર પણ આ રસ્ત્ો રોકાયો હોવાની વાત છે. એક સમયે તો એટલે જ આ રસ્તો સીઝર પાસ તરીકે પણ ઓળખાતો હતો. અહીં પાર્કમાં હરણ તો હતાં, સાથે રસ્તામાં ઘેંટા અન્ો બકરીઓ પણ ઘણી વાર દેખાયાં. અત્યંત રફ ટરેઇનના કારણે એક ટેકરીથી ઉતરીન્ો બીજી ટેકરી પહોંચી જતાં સામેની ટેકરી પર રસ્તાઓ એ જ કોઇએ લીટીઓ કરી હોય ત્ોવી દેખાવા લાગતી હતી.
ન્ોશનલ પાર્કની એક ટેકરી પરથી પ્ોરાગ્લાઇડિંગ પણ થાય છે. અહીંનો બર્ડ આઇ વ્યુ ડ્રોનથી તો જોવા મળી રહૃાો હતો. એવામાં અહીં ઉડવાની ખાસ જરૂર ન લાગી. જો કે પ્ોરાગ્લાઇડિંગ સાથે અહીં દરિયા અન્ો ડુંગરોનો વ્યુ જોરદાર હશે ત્ોમાં કોઈ શંકા નથી. આલ્બ્ોનિયન રિવિયેરાનાં ઘણાં નાનાં ગામ જવાના રસ્તા પણ આવતા હતા. આ ગામ તળેટીમાં ક્યારે વસ્યાં હશે, ત્યાં કેવાં લોકો રહેતાં હશે, ત્ોમન્ો બાકીની દુનિયા વિષે કંઈ જાણકારી હશે, કે પછી માછીમારી અન્ો ખેતીમાં કામ ચાલી જતું હશે? થોડા બોર્ડ પછી લાગ્યું કે થોડાક ગામન્ો તો નજીકથી જોવા જોઈએ. પાલાસા ગામ તરફ પહોંચ્યાં તો ધારણાં કરતાં અલગ જ માહોલ નિકળ્યો. આ કંઈ મધ્યયુગીન પૌરાણિક ગામ નહીં, આધુનિક બીચ ટાઉન હતું. બીચનાં અલગ અલગ હિસ્સાઓમાં એક તરફ તો લાઉન્જર અન્ો બીચ અમ્બ્રેલાનો કાફલો હતો, નજીકમાં જ રિસોર્ટ અન્ો થોડે આગળ જતાં સાવ નિર્જન બીચ પણ હતો. પાલાસામાં પાર્કિંગ કરીન્ો આગળ નીકળ્યાં તો એક પછી એક ડ્રાયમિડિસ, ડેર્મી, જાલી, અન્ો લિવાધી જેવાં બીચ ટાઉન પર બધે જ ચાલીન્ો જઈ શકાય ત્ોવું હતું. આ રિવિયેરા ક્યારે બન્યું હશે ત્ોની કલ્પના જ કરવી રહી. આલ્બ્ોનિયા પણ ગ્રીસ, ટર્કી અન્ો મેસ્ોડોનિયાની હિસ્ટ્રીનો જ હિસ્સો બનીન્ો રહૃાું છે. અહીં હવે ધીમે ધીમે ટૂરિઝમ ડેવલપ તો થઈ રહૃાું છે, પણ હજી ત્ો મેઇનલેન્ડ યુરોપની લોકપ્રિયતા પામ્યું નથી. આ બધાં ગામન્ો એક સાથે જોવા માટે અમે બોટ ટ્રિપ લીધી, એ પછી તો લાગતું હતું કે અહીં ક્યારેક ગ્રીસથી ડાયરેક્ટ આવવાની પણ અલગ મજા લેવા જેવી છે. દિવસ આખાની સાઇટો જોયા પછી, લાગ્યું કે ડુરેસ પાસ્ો નકશામાં દેખાતું ઇન્ડિયન રેસ્ટોરાં રસ્તા પર ક્યાંય ન દેખાયું. હવે તો લાગતું હતું કે તિરાના પહોંચીન્ો જ સારું ખાવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular