Homeફિલ્મી ફંડાલોક અપ 2: કંગના રનૌતના શોમાં કરણ કુન્દ્રાનું પત્તુ કટ, જેલર બનશે...

લોક અપ 2: કંગના રનૌતના શોમાં કરણ કુન્દ્રાનું પત્તુ કટ, જેલર બનશે આ અભિનેત્રી

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના રિયાલિટી શો લોક અપની પ્રથમ સીઝન જબરદસ્ત હિટ રહી હતી. કોમેડિયન મુનાવર ફારૂકી આ શોના વિજેતા બન્યા હતા. મુનવ્વર ઉપરાંત, પાયલ રોહતગી શોમાં રનર અપ હતી, અભિનેત્રી સારા ખાન, કરણ વીર બોહરા, પૂનમ પાંડે જેવા સ્ટાર્સ પણ શોનો ભાગ હતા. દરમિયાન, શોની બીજી સીઝનને લઈને સતત અહેવાલો આવી રહ્યા છે. લોક-અપ સીઝન 2 ના સ્પર્ધકો તરીકે ઘણા સ્ટાર્સના નામ પણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન ‘બિગ બોસ 14’ની વિજેતા રૂબિના દિલેકનું નામ પણ ‘લોક-અપ’ સાથે જોડાઈ ગયું છે.
કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવેલ શો ‘લોક-અપ 1’ ખૂબ જ લોકપ્રિય હતો. આ શોની ફેન-ફોલોઈંગ પણ ઘણી વધારે છે. જો કે, આ શો તેની થીમને લઈને ઘણા વિવાદોમાં રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી સિઝનમાં શોમાં કેટલાક ફેરફાર જોવા મળશે. આ વખતે શોના જૂના જેલર કરણ કુન્દ્રાનું પત્તુ કટ કરવામાં આવે તેવી શક્યતા છે.
એક્ટર કરણ કુન્દ્રાએ ‘લોક અપ સીઝન 1’માં જેલરની ભૂમિકા ભજવી હતી. આ રોલમાં તે ખૂબ જ ડેશિંગ અને પાવરફુલ અંદાજમાં જોવા મળ્યો હતો. જોકે, કરણ સીઝન 2માં નહીં જોવા મળે કારણ કે, બોસ લેડી રૂબીના દિલાઈકે કરણ કુન્દ્રાની જગ્યા લીધી છે.
જોકે, રૂબીના દિલાઈકે ‘લોક અપ 2’માં જેલર બનવાના સમાચારને માત્ર અફવા ગણાવી છે. એક અહેવાલ મુજબ, જ્યારે રૂબીનાને પૂછવામાં આવ્યું કે શું તે લોક અપ 2 માં જેલરની ભૂમિકા ભજવશે, તો અભિનેત્રીએ કહ્યું હતું કે, આ માત્ર એક અફવા છે. ‘લોક-અપ 2’ના સ્પર્ધક તરીકે રેપર એમીવે બંતાઈ, ઉર્ફી જાવેદ અને પ્રતીક સહજપાલ જેવા સ્ટાર્સના નામ સામે આવ્યા છે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ આવ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular