Homeઆપણું ગુજરાતવલસાડના સરીગામ જીઆઇડીસીમાં આવેલા કારખાનામાં બ્લાસ્ટ: ત્રણ કામદારનાં મોત

વલસાડના સરીગામ જીઆઇડીસીમાં આવેલા કારખાનામાં બ્લાસ્ટ: ત્રણ કામદારનાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વલસાડના સરીગામ જીઆઇડીસીના એક કારખાનામાં બ્લાસ્ટ થતા ત્રણ કામદારોના મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. વલસાડના જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી, મામલતદાર, જીપીસીબીના અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
વલસાડ જિલ્લાના સરીગામ જીઆઇડીસીના એક કારખાનામાં મોડી રાતે બ્લાસ્ટ થયો હતો. પ્રચંડ બ્લાસ્ટથી કારખાનામાં આગ લાગી હતી, જેથી અફરાતફરીનો માહોલ છવાયો હતો. બ્લાસ્ટથી કારખાનાનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં ત્રણ કામદારોના મોત નિપજ્યા હતા. જ્યારે બે કામદાર ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને લઈને આજુબાજુના કારખાનામાંથી કામદારો તાત્કાલિક કારખાનામાં મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સરીગામ જીઆઈડીસી, દમણ, વાપી જીઆઈડીસી, નોટિફાઇડ સહિતની ફાયર વિભાગની ટીમો દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે વીજ કંપનીને જાણ કરી પાવર સપ્લાય બંધ કરી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, કાટમાળમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular