અમરેલી જિલ્લામાં માનવ લોહી તરસી સિંહણ આખરે પાંજરે પુરાઇ, સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો

આપણું ગુજરાત

Amareli: માનવ લોહી તરસી બનેલી સિંહણે અમરેલી જિલ્લામાં છેલા 2 દિવસથી આતંક ફેલાવ્યો હતો. અમરેલીના જાફરાબાદના બાબરકોટ ગામે સિંહણે 6 જેટલા સ્થાનિકો પર હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. સિંહણને પકડવા માટે ગઈકાલ સવારથી ઓપરેશન હાથ ધરાયુ હતુ. ત્યારે ગઈ મોડી આતંક મચાવનાર સિંહણ આખરે પાંજરે પુરાઇ ત્યારે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો રાત સુધીમાં સિંહણ પાંજરે ન પુરાઇ હોત તો જિલ્લા કલેક્ટર કેટલાક વિસ્તારોમાં કલમ 144ની લગાવવાનો તૈયારીમાં હતા.
સામાન્ય રીતે કોઈ કરણ વગર સિંહ માણસો પર હુમલો કરતા નથી. પરંતુ આ સિંહણે વનવિભાગના કર્મચારી સહીત 6 જેટલા લોકો પર જીવલેણ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ઉભો થયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે કોઈ કારણો સર સિંહણ માનસિક રીતે અસ્થિર બની હતી. પાર્ક કરેલા વાહનો પર તરાપ મારીને બચકાં ભરતી હતી. વનવિભાગ દ્વારા જાહેરાત કરાઈ હતી કે, સિંહણ અસ્થિર મગજની છે. લોકોએ જરૂરી ના હોય તો બહાર ન નીકળવું. 108ની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી..


સિંહણના આતંકની જાણ રાજ્ય વનવિભગના પ્રધાન કીરીટ સિંહ રાણાને પહોંચતા તેમણે તાકીદે સિંહણને પાંજરે પુરવા વન વિભાગને આદેશ આપ્યા હતા. સિંહણને શોધવા અને પકડવા મેગા ઓપરેશના શરુ કરાયું હતું. આ ઓપરેશનામાં પાલીતાણા શેત્રુંજી ડિવિઝન, ધારી ગીર પૂર્વ ડિવિઝન મોટાભાગની રેન્જના અધિકારીઓ જોડાયા હતા. જ્યારે જિલ્લા કલેક્ટર દ્વારા કલમ 144 લાગું કરવાની તૈયારી હતી.
ભારે જહેમત બાદ વનવિભાગના કર્મચારીઓએ રાત્રે 3 વાગ્યે સિંહણને પકડી પાંજરે પૂરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.