(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં અંધેરીસ્થિત ગોખલે બ્રિજના ડિસ્મેન્ટલિંગ કામકાજ માટે મેઈન અને હાર્બર લાઈનમાં વિશેષ બ્લોક લેવામાં આવશે, જેથી પાંચેક દિવસ મોડી રાતના લોકલ ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં પ્રવાસીઓને હાલાકી પડી શકે છે.
ગોખલે બ્રિજના ડિમોલિશન માટે પશ્ચિમ રેલવેમાં ખાસ કરીને ડાઉન લાઈનમાં રાતના 12.15 વાગ્યાથી વહેલી સવારના 4.45 કલાક અને અપ એન્ડ ડાઉન હાર્બર લાઈનમાં રાતના 12.45 વાગ્યાથી સવારના 4.45 વાગ્યા સુધી વિશેષ બ્લોક રહેશે.
આ બ્લોક નવમી જાન્યુઆરીના રાતથી અમલી બનતા 13/14મી જાન્યુઆરી સુધી વિશેષ ચારથી પાંચ કલાકનો બ્લોક રહેશે. બ્લોક દરમિયાન ખાસ કરીને સાંતાક્રુઝ અને ગોરેગાંવ વચ્ચેની ડાઉન ફાસ્ટ લાઈન (ચર્ચગેટથી રાતના 11.27 અને 11.38 વાગ્યાની ટ્રેનોને વિલે પાર્લામાં ડબલ હોલ્ટ રહેશે, જ્યારે રામમંદિર ખાતે હોલ્ટ રહેશે નહીં. આ ઉપરાંત, ચર્ચગેટથી રાતના 11.46 વાગ્યાની નાલાસોપારા, 11.52 વાગ્યાની બોરીવલી, 11.58 વાગ્યાની વિરાર, ચર્ચગેટથી રાતની 12.09, 12.016 બોરીવલી અને 12.20 વાગ્યાની વિરાર લોકલનો સમાવેશ થશે. એ જ પ્રકારે ચર્ચગેટથી રાતના 12.28 વાગ્યાની ભાયંદર, 12.31 વાગ્યાની અંધેરી, 12.38 બોરીવલી, 12.43 વાગ્યાની બોરીવલી, 12.50 વાગ્યાની વિરાર અને એક વાગ્યાની બોરીવલી લોકલનો સમાવેશ થાય છે. ઉપરાંત, ચર્ચગેટથી રાતના 11.40 વાગ્યાની વિરાર અને રાતના 12.46 વાગ્યાની અંધેરી લોકલને ગોરેગાંવ-અંધેરી વચ્ચે ફાસ્ટ લાઈનમાં દોડાવવામાં આવશે, જેથી રામમંદિર સ્ટેશને અપ એન્ડ ડાઉન એમ બંને લાઈનમાં હોલ્ટ રહેશે નહીં. આ ઉપરાંત, બ્લોક સમય દરિમયાન અંધેરીમાં વહેલી સવારના 4.40 વાગ્યાની વિરાર લોકલ અંધેરી બોરીવલી વચ્ચેના તમામ સ્ટેશને ઊભી રહેશે નહીં, એમ રેલવેએ જણાવ્યું હતું.