મુંબઈગરાની લાઈફલાઈન છે મુંબઈ લોકલ… લોકલ ટ્રેનનું ટાઈમટેબલ ખોરવાયે એટલે મુંબઈગરાને પારાવાર હાલાકિ ભોગવવાનો વારો આવે. અનેક વખત આ જ મુંબઈ લોકલમાં લોકો દ્વારા કરવામાં આવતા ભજન-કિર્તન કે તહેવારોની ઊજવણીના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા હોય છે. આજે આપણે અહીં આવા જ એક વીડિયોની વાત કરીશું કે જેમાં પ્રેમીપંખીડાઓ સમય, સ્થળનું ભાન ભૂલીને ખુલ્લે આમ પોતાની લાગણી વ્યક્ત કરતાં જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં થઈ રહેલાં આ એક મિનિટના વીડિયોમાં પ્રેમી-પંખીડાઓ પાસે પાસે બેઠા છે. યુવક મોબાઈલમાં કંઈક જોઈ રહ્યો છે પણ યુવતીના દિલોદિમાગ પર રોમાન્સનું ભૂત સવાર થયું હતું. યુવતી યુવકની તરફ ઝૂકીને બેઠી છે અને તેણે યુવકના ખભા પર હાથ રાખ્યો છે. કોચમાં આસપાસમાં કોઈ દેખાયું નહોતું. પણ સામે બેઠેલા એક પ્રવાસીએ પ્રેમીપંખીડાઓની આ પ્રેમલીલા કેમેરામાં કેદ કરી લીધી હતી.
मुंबई लोकल ट्रेन में कपल के किस करने का पुराना वीडियो फिर हुआ वायरल pic.twitter.com/lyFwgEj8Ac
— Viral Baba (@user189876) March 10, 2023
યુવતી યુવકને વારંવાર કિસ કરતી જોવા મળે છે. યુવક યુવતીને અટકાવે છે, પણ યુવતીએ તો જાણે રોકાવવાનું નામ જ નથી લેતી. ક્યારેક ગાલ પર તો ક્યારેક હોઠ પર યુવતી યુવકને કિસ કરતી જ રહે છે. પણ યુવક ધરાર મોબાઈલમાં જ વ્યસ્ત જોવા મળે છે. આ જોઈને યુવતી યુવકને પોતાની તરફ ખેંચે છે અને તે લિપ્સ પર કિસ કરી લે છે. વીડિયોના અંતરમાં એવું દેખાય છે કે તેમનું સ્ટેશન આવે છે અને તેઓ ઉતરવા માટે ઊભા થયા અને યુવતીની લવ એક્સપ્રેસને બ્રેક લાગી… આ વીડિયો સોશિયલ મીડિયા ટ્વીટરના વાઈરલ બાબા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયો જૂનો હોવાનું પણ કેપ્શનમાં લખ્યું છે, જે ફરી એક વખત સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.