મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈની લાઈફલાઈન છે, જે રોજે લાખો મુંબઈગરાને તેમના નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં નિમિત્ત બને છે. રોજે લોકલ ટ્રેનમાં પ્રવાસ દરમિયાન આપણને જાત જાતના અનુભવો થતા હોય છે અને આવી આ મુંબઈગરાની લોકલ ટ્રેનમાં કોઈ પ્રવાસી દ્વારા ચિતરી ચડે એવી કરવામાં આવેલી હરકતથી પ્રવાસીઓ રોષે ભરાયા છે.
Well, what a sight. A used condom. Hello @drmmumbaicr, @RailMinIndia, @Central_Railway.This is 9.40 #Ambernath slow local. Trainhas crossed #CurreyRoad. @mumbairailusers. pic.twitter.com/C9tzNVB0Qf
— mazdur (@cinemaausher) January 23, 2023
સોશિયલ મીડિયા પર આ અંગેનો એક ફોટો પણ વાઈરલ થઈ રહ્યો છે. મધ્ય રેલવેની અંબરનાથ લોકલ ટ્રેનમાં વપરાયેલો કોન્ડમ મળી આવતા પ્રવાસીઓના ગુસ્સાની કોઈ સીમા રહી નથી. mazdur નામના યુઝરે ટ્વીટર પર આ ફોટો 23મી જાન્યુઆરીના પોસ્ટ કર્યો હતો. ટ્વીટમાં એકાઉન્ટ હોલ્ડરે મધ્ય રેલવે મુંબઈ વિભાગ, રેલવે મંત્રાલયને પણ ટેગ કરવામાં આવ્યા છે. ટ્વીટમાં 9.40 અંબરનાથ સ્લો લોકલમાં આ ઘટના બની છે, ટ્રેન જસ્ટ કરી રોડ સ્ટેશનથી નીકળી ગઈ છે એવી માહિતી આપી હતી. ડોંબિવલી સ્ટેશન આવતા યુઝરે બીજું ટ્વીટ કર્યું હતું અને તેમાં તેણે લખ્યું હતું કે ડોંબિવલી સ્ટેશન આવી ગયું તેમ છતાં હજી પણ આ કોન્ડમ જેમનું તેમ પડી રહ્યું છે.
આ ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને આ હરકતથી પ્રવાસીઓ રોષે ભરાયા છે. પ્રવાસીઓ રેલવે પ્રશાસન પાસે તાત્કાલિક આ મુદ્દે કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે. પ્રવાસીઓની સુરક્ષા માટે રેલવે દ્વારા રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરા બેસાડવામાં આવ્યા છે અને લોકલ ટ્રેનમાં મહિલાઓના કોચમાં સીસીટીવી કેમેરા બેસાડવામાં આવ્યા છે. આ ફોટો જોઈને પ્રવાસીઓએ બધા જ કોચમાં સીસીટીવી કેમેરા બેસાડવાની માગણી પણ રેલવે પ્રશાસન સમક્ષ કરી છે.