વડા પ્રધાનપદની સ્પર્ધામાં રિશી સુનક સામે લિઝ ટ્રસ વિજેતા

દેશ વિદેશ

લંડન: બ્રિટનના વડા પ્રધાનપદની સ્પર્ધામાં નાણાં પ્રધાન રિશી સુનક સામે વિદેશ પ્રધાન લિઝ ટ્રસ જીતી ગયાં હતાં. વિદાય લેતા વડા પ્રધાન બોરિસ જોન્સનના સ્થાને બિરાજવા માટે ક્ધઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ માટેના બે ઉમેદવારો સામસામે હતા. એ માટે ક્ધઝર્વેટિવ (ટોરી) પાર્ટીના ૧,૭૨, ૪૩૭ મતદાતાઓના મતદાનમાં લિઝ ટ્રસને ૮૧,૩૨૬ અને રિશી સુનકને ૬૦,૩૯૯ મત મળ્યા હતા. ૬૫૪ મત નામંજૂર કરાયા હતા. કુલ ૮૨.૬ ટકા મતદાનમાં ૪૭ વર્ષીય લિઝ ટ્રસને ૫૭.૪ ટકા અને ૪૨ વર્ષીય રિશી સુનકને ૪૨.૬ ટકા મત મળ્યા હતા. લિઝ ટ્રસ બ્રિટનનાં ત્રીજાં મહિલા વડાં પ્રધાન બનશે. બોરિસ જોન્સન તરફ વફાદારીને કારણે રિશી સુનકના મત ઘટ્યા હોવાનું કહેવાય છે. ક્ધઝર્વેટિવ પાર્ટીમાં નેતૃત્વ
માટેના મતદાન બાદ રિશી સુનકે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે આ કેમ્પેઇનમાં મારી તરફેણમાં મતદાન કરનારા તમામનો હું આભાર માનું છું. આ કેમ્પેઇન દરમિયાન હું સતત કહું છું કે ક્ધઝર્વેટિવ પાર્ટી એક પરિવાર છે. હવે આપણે એકજૂટ થઈને મુશ્કેલ સમયગાળામાં દેશનું પ્રશાસન સંભાળનારાં નવાં વડાં પ્રધાન લિઝ ટ્રસને પીઠબળ આપવાનું છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લિઝ ટ્રસને બ્રિટનનાં આગામી વડાં પ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપ્યા હતા. મોદીજીએ લિઝ ટ્રસના નેતૃત્વમાં બન્ને દેશોના સંબંધો મજબૂત બનવાની આશા દર્શાવી હતી. નરેન્દ્ર મોદીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં ભારત અને બ્રિટન વચ્ચેની કૉમ્પ્રીહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વધુ સશક્ત બનવાનો આત્મવિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.