આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ છે. તે નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે ત્રણ દિવસ સુધી ભક્તોની ભારે ભીડ ઉમટશે. આથી સોમનાથ મહાદેવનું મંદિર શ્રદ્ધાળુઓ માટે સતત 24 કલાક ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે, બધા માટે સોમનાથ મહાદેવના મંદિરે જઈને દર્શન કરવાનું શક્ય નથી હોતું. આ સમસ્યા દૂર કરવા માટે સોમનાથ મહાદેવના ઓનલાઇન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જેમને પણ આરતી
નિહાળવી હોય તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટની youtube ચેનલ somnath temple – official channel પર તેને નિહાળી શકશે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓ www.somnath.org પર પણ દર્શનનો લાભ લઈ શકશે.
મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરો
RELATED ARTICLES