દિવાળીના વેકેશનમાં મને ગુવાહાટી ફરવા લઈ જશો? માસૂમ બાળકીના સવાલ પર CM શિંદેએ આપી પ્રતિક્રિયા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈના નંદનવન બંગલામાં એક માસૂમ બાળકીએ સીએમ એકનાથ શિંદે (CM Eknath Shinde) ની મુલાકાત લીધી હતી અને આ મુલાકાતનો ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બાળકીને સીએમ શિંદેને સવાલ પૂછ્યો હતો કે અંકલ, દિવાળી વેકેશનમાં મને (Guwahati) ફરવા લઈ જશો? સાંભળ્યું છે કે તમે ત્યાં પૂરગ્રસ્ત લોકોની મદદ કરી છે. જો હું પણ તેમની મદદ કરું તો સીએમ બની શકું ખરી? બાળકીનો સવાલ સાંભળીને સીએમ સાહેબ પણ આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં.
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આશરે પાંચથી છ વર્ષની લાગતી આ બાળકીનું નામ અન્નદા દામરે છે. સવાલના જવાબમાં સીએમ શિંદેએ કહ્યું કે, જરૂર જઈશું. કામાખ્યા માતાના મંદિરે દર્શન કરવા આપણે જઈશું.
મુંબઈના નંદનવન બંગલામાં બાળકીએ સીએમ સાથે મુલાકાત કરી હતી અને આ નાની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

YouTube player

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.