લો બોલો, દુનિયાભરના સૌથી નકામા શહેરોમાં પાકિસ્તાનને મળ્યું સ્થાન! જુઓ ભારતનું કોઈ શહેર તો નથી ને?

દેશ વિદેશ સ્પેશિયલ ફિચર્સ

ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા વિશ્વના ટોચના રહેવા લાયક અને રહેવા માટે અયોગ્ય શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે. વિશ્વના 172 શહેરોનો અભ્યાસ કર્યા બાદ આ યાદી જાહેર કરવામાં આવી છે. આવો જાણીએ એવા 10 શહેરો કયા છે જે રહેવા માટે અયોગ્ય અને નકામા શહેરોમાં સામેલ છે.

વિશ્વના રહેવા માટે નકામા અને અયોગ્ય શહેરોની યાદીમાં પાકિસ્તાનનું કરાચી સામેલ છે. આ યાદી તૈયાર કરતી વખતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર, શિક્ષણ, સંસ્કૃતિ અને મનોરંજન જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ યાદીમાં ઈરાનનું તેહરાન શહેર ટોચ પર છે. બીજા સ્થાને કેમરૂનનું ડુઆલા, ત્રીજા સ્થાને ઝિમ્બાબ્વેનું હરારે, ચોથા સ્થાને બાંગ્લાદેશનું ઢાકા, પાંચમા સ્થાને પોર્ટ મોરેસ્બી, છઠ્ઠા સ્થાને કરાચી, સાતમા સ્થાને અલ્જેરિયાનું અલ્જિયર્સ, આઠમા સ્થાને લિબિયાનું ટ્રિપોલી, નવમા સ્થાને નાઈજીરિયાનું લાગોસ અને દસમા સ્થાને સીરિયાનું દમાસ્કસ છે.

પાકિસ્તાન હાલમાં નાદારીની આરે છે. મોંઘવારી અને ઘટતા વિદેશી મુદ્રા ભંડારને કારણે દેશની આર્થિક સ્થિતિ કથળી રહી છે. પાકિસ્તાન પર 250 અબજ ડોલરથી વધુનું દેવું છે.

EIU દ્વારા જાહેર કરાયેલ લાયક શહેરોની યાદીમાં ઑસ્ટ્રિયામાં વિયેના ટોચ પર છે. તે પછી અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને ડેનમાર્કનું કોપનહેગન, સ્વિટ્ઝર્લેન્ડનું ઝ્યુરિચ, કેનેડાનું કેલગરી અને વાનકુવર આવે છે. સ્વિત્ઝર્લેન્ડનું જીનીવા છઠ્ઠા સ્થાને છે જ્યારે જર્મનીનું જીનીવા સાતમા સ્થાને છે. કેનેડાનું ટોરોન્ટો આઠમા ક્રમે છે, નેધરલેન્ડનું એમ્સ્ટરડેમ નવમા સ્થાને છે અને જાપાનનું ઓસાકા અને ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન નામના બે શહેરો દસમા સ્થાને છે.
લાયક અને અયોગ્ય શહેરોની યાદીમાં ભારતનું એક પણ શહેર સામેલ નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.