Homeઉત્સવસિંહો ક્યારેય માખીઓની ચિંતા કરતા નથી!! હાહાહા...

સિંહો ક્યારેય માખીઓની ચિંતા કરતા નથી!! હાહાહા…

ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા

મિત્રો ચીકીઓ હજી ખવાઈ રહી હશે(મને ખૂબ ભાવતી મારી મમ્મીના હાથે બનેલી ચીકી). અગાસીમાં મસ્ત મજાના ફોટા પડાઈ ગયા. અને જોરદાર સોશિયલ મીડિયા પર ઓનલાઇન દેશ-વિદેશમાં,અમદાવાદ, સુરતમાં અને વડોદરામાં કેવી ઉત્તરાયણ મનાવી હતી. એ પણ જોવાઈ ગયું. ઠોઠ, તલ અને ઘી, મીઠાઈઓ પીરસાઈ ગઇ. બોર પણ લલચાવી લલચાવીને અમેરિકા વાળાઓ એ આપણને આ વખતે ખવડાવ્યા કે જુઓ તમારાથી મોટા બોર અમારી પાસે છે. એટલે ટૂંકમાં વિશ્ર્વ આખામાં મકર રાશિમાં સૂર્ય પ્રસ્થાન સરસ થયું.
આપણા જીવનને ઉત્તર તરફ પ્રયાણ કરવાનું ઉત્તરાયણનો ધાર્મિક સાયન્ટિફિક પ્રસંગ આપણે ઉજવ્યો. પ્રગતિની કામના કરી, મજા કરી, ખાવાનું ખાધું. લીલા શાકભાજીના ઊંધિયા બનાવીને એકસાથે બધું રગદોળી ચટાકેદાર બનાવી અને
કીધું ચાલો હવે અમે તમને વરસ માટે આરોગી લઈએ છીએ. તમારી યાદો પેટમાં ભરી લઈએ છીએ અને તમને આવતા શિયાળે મળશું. હવે પ્રગતિ અને
ઉત્થાનના કામ.
જેમ બધા પોતપોતાની રીતે પોતપોતાનો આહાર પસંદ કરીને ખાય.એ રીતે કામ પણ પોતપોતાની પસંદગી પ્રમાણે કરીએ. પણ એ કામ કેવી રીતે કરવું એ બહુ મહત્ત્વનું. કામ ભલે ગમે તે કરો, વિષય ભલે ગમેતે હોય, વિદ્યા ભલે ગમેતે હોય, પણ મનતો આપણા કાબૂમાં આપણી જ પાસે હોય છે. જેની ઉપર સૌથી મોટો ઇમ્પેક્ટ લોકોના શબ્દોનો પડે છે.
લોકોએ કીધેલી વાતોનો પડે છે.અને આપણી આજુબાજુ થતી ગતિઓનો ઇમ્પેક્ટ આપણા મસ્તિષ્ક પર પડે છે. અત્યારે આપણો આ લેખ લખવા જ્યાં હું બેઠી છું ત્યાં મોટા ક્ધસ્ટ્રકશનના અવાજો આવે છે. જેમાં નીચે જમીનમાં (કોઈના પેટમાં તલવાર) નાખે એમ મશીનરીનું ચપ્પુ નાખી રહ્યા છે.
ખરેખર એમ થયું કે આ ધડ ધડ ધડ ધડ છાતીમાં ધરતી માતાને મારે છે. કેટલી ભયાનક વસ્તુ છે. પણ પછી મારી બાજુમાં જે એન્જિનિયર ઊભાં હતાં તેઓએ કહ્યું કે આ પણ ધરતી માતા પોતાની ક્ષમતા છે. કે તમે જે લેવા ઈચ્છો છો, એ જો જન સમુદાયના કલ્યાણ માટે હશે તો હું મારી છાતી ફાડીને આપી દઈશ. તમે માનો છો કે તમે મારું હનન કરી રહ્યા છો? ના હું સ્વ દહનની ક્ષમતા ધરાવું છું. અને હું તમને તમે જે કરો છો તે કરવા દઉ છું.
એ રીતની મને એન્જિનિયર સાહેબે આ ટેકનિકલ વર્લ્ડની ગતિવિધિઓ સમજાવી અને અને આવાં કામો કરવામાં પણ કેટલું ફોકસ જોઈએ છે. એકાગ્રતા જોઈએ છે. કેટલું જ્ઞાન જોઇએ તે સમજાવ્યું.
ધરતી માતા વિષે વાત થાય તો પોતાનાં માતા પિતા અને તેમનો પ્રેમ યાદ આવી જ જાય. કેટલા જન્મો લઇશુંને તોય પણ ઋણ ઉતારી નહીં શકાય એવા માતા-પિતા. નીચે પડીએ કે વિખેરાઈ જઇએ, ત્યારે વઢે લઢે, ભૂલ સમજાવે અને આપણને કહે, મન મસ્તિષ્કમાં જે દ્વંદ્વ ચાલી રહ્યું છે એને શાંત પાડ. અને જો, તને જીવનના દરેક દુ:ખને આજુ બાજુ ઊડતી માખીઓ દૂર ખસેડવાની, કાંતો ત્યાંથી તને ખસી જવાની સમજણ મળશે.
એટલે હું હંમેશાં એ વસ્તુને પકડી રાખું. બીજા મારા સાહેબ છે. મારા સાહેબ હંમેશા મને એક વાર્તા કહે. એક વ્યક્તિ પોતાના ખભા ઉપર સિંહ લઈને જઈ રહ્યો હતો અને દસ જણે એને કહ્યું કે આ શિયાળ છે.
તો એણે માની લેવું કે નહીં. તે એ વ્યક્તિની પોતાની સમજણ ઉપર આધાર રાખે છે. મારા સર મને હંમેશાં કહે, કે તમારા કાન, લોકોના શબ્દો અને તમારી
સમજણ એ બધું તમારા કોઈપણ કાર્યની એકાગ્રતામાં મોટો ભાગ ભજવે છે. તમારે બીજું કશું જ નહીં માત્ર તમારા મન મસ્તિષ્ક અને એની ઉપર થતી અસરો પર કામ કરવાનું છે. મારા પિતાજી, મારા ભાઈ અને મારા સરનું બહુ જ સુંદર શિક્ષણ સારી રીતે તમને સમજાય એ માટે મારા એક વડીલ મિત્રએ જ્ઞાનગંગા રૂપે વહેતી મૂકેલ એક મસ્ત વાત છે. જે તમારી સમક્ષ મૂકું છું. વાંચીને એટલી તમને મદદ મળશે કે તમે કહેશો ‘વાહ વાહ ક્યા બાત હૈ.’ મારા વાચકોની મન મસ્તિષ્ની ઊર્જા માટે એક નજરાણું. સિંહ અને માખીની વાર્તા’.
સિંહો ક્યારેય માખીઓની ચિંતા કરતા નથી !! હાહાહા..
માખીઓ માખીઓ છે. તેઓ કોઈને પણ છોડતી નથી, જંગલના રાજાને પણ નહીં. અને આ માખીઓ રાજાને ખાસ કરીને પરેશાન કરે છે જ્યારે, તે માત્ર બેઠો હોય અને કંઈ કરતો ન હોય, પરંતુ સિંહોને તેમની ચિંતા નથી. તેઓ ફક્ત એક વાર તેમની પૂંછડી ઉપાડશે, સ્વિંગ કરશે, માખીઓ દૂર ઉડાડી દેશે અને પછી તેમના વિશે ભૂલી જશે.
જરા વિચારો, જો કોઈ સિંહ આ ત્રાસદાયક માખીઓને પકડીને મારવાનો
પ્રયાસ કરીને તેમને પાઠ ભણાવવાનું નક્કી કરે તો શું થશે દેખીતી રીતે, પ્રથમ તો તેણે ભૂલી જવું પડશે કે તે એક રાજા છે, તેના બદલે તેણે વાંદરાની જેમ કામ
કરવું પડશે અને પછી ફક્ત આ માખીઓને પકડવા અને મારવા માટે તેની પાછળ દોડવું પડશે.
શું તે ક્યારેય આમ કરી શકશે? અલબત્ત નહીં. શા માટે? કારણ કે મોટાભાગની માખીઓ તેની પૂંછડીની નજીક હોય છે અને તેથી જો સિંહને આ માખીઓ પકડવી હોય, તો તેણે તેનું માથું તેની પૂંછડીની નજીક પહોંચાડવું પડશે, જે દેખીતી રીતે તે કરી શકશે નહીં. અને જો સિંહ આમ કરી શકે, તો પણ તે માખીઓને પકડી શકશે નહીં કારણ કે તેના માથા અને મોઢાના અનોખા આકારને કારણે. તેથી જો સિંહ માખીઓને મારવાનું નક્કી કરે છે, તો તે વર્તુળોમાં દોડતો રહેશે, ગોળ-ગોળ ફરતો રહેશે, ક્યાંય પહોંચશે નહીં, રમૂજી દેખાવાનું શરૂ કરશે અને અંતે હતાશામાં ભાંગી પડશે. ક્યારેક, આપણા જીવનમાં પણ આવું જ બને છે.
આપણા જીવનમાં ઘણી નાની નાની બાબતો (માખીઓ) બનતી હોય છે. અને આપણને પરેશાન કરતી હોય છે. અને આપણે શું કરીએ? આપણું જીવન ધ્યેય શું છે તે આપણે ભૂલી જઈએ છીએ, તેના બદલે આપણે આપણો સમય અને શક્તિ તેના પર બગાડવાનું શરૂ કરીએ છીએ. અંતે, આપણે પોતાનું ધ્યેય ચૂકી જઈએ છીએ. ક્યાંય પહોંચી શકતા નથી, અને અંતે હતાશામાં ભાંગી પડીએ છીએ, કારણ કે તે માખીઓને પકડવી શક્ય નથી. મૂર્ખ મથામણ કરીએ છીએ, હાહાહા..
અને હા, યાદ રાખો, આ માખીઓ સિંહને ત્યારે જ હેરાન કરે છે જ્યારે તે સુષુપ્ત પડેલો હોય. પરંતુ જ્યારે સિંહ ક્રિયામાં હોય છે, દોડતો હોય છે, ત્યારે આ માખીઓ ક્યાંય સિંહની નજીક આવતી નથી અને આવી શકતી નથી.
તો શું કરવું? ફક્ત એ હકીકતથી વાકેફ રહો કે માખીઓ સિંહને પરેશાન કરે છે, પરંતુ જ્યારે તે નિષ્ક્રિય, નિષ્ક્રિય અને નિષ્ક્રિય સ્થિતિમાં બેઠો હોય ત્યારે જ, પરંતુ જ્યારે તે સક્રિય હોય છે, દોડતો હોય છે, ત્યારે માખીઓ ક્યારેય તેની નજીક આવતી નથી. તેથી, સંપૂર્ણ રીતે સક્રિય રહો, તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો અને આ નાની નાની સમસ્યાઓ (માખીઓ) તમને પરેશાન કરવાનું બંધ કરશે અને તમે તમારા મુખ્ય ધ્યેયને સાકાર કરી શકશો. અને હંમેશા યાદ રાખો, “સિંહો ક્યારેય માખીઓની ચિંતા કરતા નથી.
છેને મિત્રો મસ્ત વાત. આપણે સમજણ સજાગતા અને સક્રિયતા સાથે સરળતા તરફ પ્રયાણ કરીએ. હું ઈચ્છું છું કે તમે તમારા મુખ્ય ધ્યેય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. સાથે મંઝિલ સુધીની મુસાફરી પણ માણો. શક્ય તેટલું માન આપો. કારણ જીવ દયા એ પ્રભુ પૂજા કહેવાય. બાકી! કુછતો લોગ કહેંગે, લોગોંકા કામ હૈ કેહના. છોડો બે કારકી બાતોમેં, કહીં બીત ન જાયે રૈના.. હૈ ના!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular