ફિફા વર્લ્ડકપનો ફિવર હજી ફૂટબોલપ્રેમીઓ પરથી ઉતરી નથી રહ્યો અને ઉતરે પણ કઈ રીતે. 36 વર્ષ બાદ આર્જેન્ટિનાએ વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો અને કેપ્ટન લિયોનેલ મેસ્સીનું સપનું આ જિત સાથે પૂરું થયું. ભારત જ નહીં પણ દુનિયાભરમાં મેસ્સીના ચાહકો છે છે પણ મેસ્સીએ હાલમાં જ કંઈક એવું કર્યું છે કે ભારતમાં તેની ફેન ફોલોઈંગ વધી જાય એવી શક્યતા છે. આવું થવાનું કારણ એવું છે કે મેસ્સીએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહને એક સરપ્રાઈઝ ગિફ્ટ મોકલાવ્યું છે. આ ગિફ્ટ જોઈને ભારતીયોની આંખો પહોળી થઈ ગઈ છે.
ભારતના ભૂતપૂર્વ સ્પીનર પ્રજ્ઞાન ઓઝાએ તેમના ઈન્સ્ટાગ્રામ પર તેનો અને જય શાહનો એક ફોટો શેયર કર્યો છે જેમાં બંને જણ મેસ્સીએ ઓટોગ્રાફ કરેલું આર્જેન્ટિનાનું ટી-શર્ટ પકડીને ઊભા છે. કેપ્શનમાં પ્રજ્ઞાને લખ્યું છે કે મેસીએ જય શાહ માટે સહી કરેલી જર્સી મોકલાવી છે અને તેની સાથે શુભેચ્છા પણ મોકલાવી છે. કેટલું ઉત્તમ વ્યક્તિમત્ત્વ છે અને આશા રાખું છું મને પણ ટૂંક સમયમાં મારા માટે આવી જ જર્સી મળે. ઓઝાની આ પોસ્ટ ખૂબ જ ચર્ચામાં છે.
View this post on Instagram
આ ફોટો જોઈને ફેન્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે, કારણ કે મેસ્સી જય શાહ માટે તેણે સહી કરેલી જર્સી કઈ રીતે મોકલાવી શકે એવો સવાલ તેમને થઈ રહ્યો છે. જય શાહે આર્જેન્ટિનાના વિજય બાદ ટ્વીટ કરતાં લખ્યું હતું કે ફૂટબોલ એ એક અનબિલિવેબલ ગેમ છે. બંને ટીમ સારું મી અને આખરે આર્જેન્ટિનાએ વર્લ્ડકપ જિત્યો. આ એક બેસ્ટ વિજય છે.