અમરેલીમાં સિંહ-દીપડા બન્યા માનવભક્ષી: 25 દિવસમાં 4 લોકોને ફાડી ખાધા, સ્થાનિકોમાં ફફડાટ

આપણું ગુજરાત

Amareli: અમરેલી જીલ્લામાં માનવભક્ષી બનેલા સિંહ-દીપડાએ આતંક ફેલાવ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 25 દિવસમાં સિંહ-દીપડાએ ચાર લોકોને ફાડી ખાતા ફફડાટ ફેલાયો છે. ખેતીની સીઝન શરુ થઇ ગઈ છે ત્યારે પ્રાણીઓના ડરે ખેડૂતો અને ખેત મજુરો ખેતરમાં જતા ગભરાઈ છે. ત્યારે વનવિભાગની કાર્યવાહી પર સવાલ ઉભા થઇ રહ્યા છે.
નોંધનીય છે કે ગીરના જંગલમાં સિંહ અને દીપડાની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે જેના કારણે તેમના રહેવાસના વિસ્તારમાં પણ વધરો થયો છે. જેથી અવારનવાર સિંહ દીપડા માનવ વસ્તીમાં ઘુસી જવાના બનાવ બને છે. વન્યપ્રાણીના હિંસક હુમલાની ઘટના પણ વધી રહી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 25 દિવસમાં દીપડાએ ત્રણ અને સિંહે એક એમ કુલ ચાર લોકોનો ભોગ લીધો હતો જેમાં બે બાળકીનો સમાવેશ થાય છે.
તારીખ 6ઠ્ઠી જુલાઈના રોજ ઝુંપડામા સુતેલા એક વૃદ્ધાને દીપડાએ ફાડી ખાધા હતા. જયારે 18મી જુલાઈના બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી. તારીખ 24મી જુલાઈના રોજ ખાંભાના નાની ધારીમા સાવજ યુગલે એક યુવાનને ફાડી ખાધો હતો. જયારે ગઈ એકલે 31મી જુલાઈએ દીપડાએ ત્રણ વર્ષની બાળકીનો ભોગ લીધો હતો.
વન્યપ્રાણીઓના હુમલાને લઈને વન વિભાગની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે. ધારીના જીરામા 15 દિવસ પહેલા માનવભક્ષી દીપડાએ બે બાળકીનો ભોગ લીધો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પ્રથમ વખત હુમલો થયો ત્યારે દીપડાને પકડવા વનવિભાગે યોગ્ય પ્રયાસો કર્યા ન હતા ત્યાર બાદ દીપડાએ બીજી એક બાળકી પર હુમલો કર્યો હતો. એક જ દીપડાએ બંને બાળકી પર હુમલો કર્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.